Raj Kapoor Bungalow : મુંબઈમાં રાજ કપૂરનો બંગલો 100 કરોડમાં વેચી દેવાયો, જાણો કોણ છે નવા માલિક?

Raj Kapoor Bungalow : કંપનીએ શેરબજારને જણાવ્યું કે આ જમીન કપૂર પરિવાર પાસેથી ખરીદવામાં આવી છે જે રાજ કપૂરના કાનૂની વારસ છે. સોદાની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. અગાઉ મે 2019 માં, ગોદરેજ પ્રોપર્ટીઝે ગોદરેજ આરકેએસ પ્રોજેક્ટ વિકસાવવા માટે કપૂર પરિવાર પાસેથી ચેમ્બુરમાં આરકે સ્ટુડિયો હસ્તગત કર્યો હતો.

Raj Kapoor Bungalow : મુંબઈમાં રાજ કપૂરનો બંગલો 100 કરોડમાં વેચી દેવાયો, જાણો કોણ છે નવા માલિક?
Godrej Properties buys Raj Kapoor's bungalow
| Edited By: | Updated on: Feb 18, 2023 | 9:01 AM
Raj Kapoor Bungalow: ગોદરેજ પ્રોપર્ટીઝે મુંબઈના ચેમ્બુરમાં 1 એકરમાં ફેલાયેલો રાજ કપૂરનો બંગલો ખરીદ્યો છે. ગોદરેજ અહીં 500 કરોડ રૂપિયાનો લક્ઝરી હાઉસિંગ પ્રોજેક્ટ બનાવશે. પ્રીમિયમ એરિયામાં બનેલા આ બંગલાની કિંમત કરોડોમાં છે. રાજ કપૂરનો આ બંગલો દેવનાર ફાર્મ રોડ પર ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સની બાજુમાં છે. કંપનીએ રેગ્યુલેટરી ફાઇલિંગમાં કહ્યું છે કે આ બંગલો રાજ કપૂરના કાયદેસરના વારસદાર કપૂર પરિવાર પાસેથી ખરીદવામાં આવ્યો છે. અગાઉ વર્ષ 2019માં ગોદરેજ પ્રોપર્ટીઝે રાજ કપૂરનો પ્રખ્યાત આરકે સ્ટુડિયો પણ ખરીદ્યો હતો. ગોદરેજ આરકેએસ હવે અહીં વિકસાવવામાં આવી રહ્યો છે.

ગોદરેજ પ્રોપર્ટીઝ વારસાને આગળ ધપાવશે

રાજ કપૂરના પુત્ર રણધીર કપૂરે જણાવ્યું હતું કે, “અમારા પરિવારમાં ચેમ્બુરના બંગલા સાથે ઘણી યાદો જોડાયેલી છે અને આ બંગલો અમારા પરિવાર માટે ખૂબ મહત્વ ધરાવે છે. અમને આશા છે કે ગોદરેજ પ્રોપર્ટીઝ તેના વારસાને આગળ વધારશે.”

રાજ કપૂરે આ બંગલો વર્ષ 1946માં ખરીદ્યો હતો

સૂત્રો અનુસાર રાજ કપૂરે આ બંગલો વર્ષ 1946માં ખરીદ્યો હતો જ્યાં રાજ કપૂર તેમની પત્ની કૃષ્ણા રાજ અને પુત્રો સાથે રહેતા હતા. તેમના ત્રણ પુત્રો પણ આ ઘરમાંથી જ પરણ્યા હતા. આ બંગલો કૃષ્ણા રાજ કપૂરના નામે હતો. મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં 2.2 એકરમાં ફેલાયેલ RK સ્ટુડિયોની માલિકી રણધીર કપૂર, ઋષિ કપૂર અને રાજીવ કપૂરની હતી. વર્ષ 2017માં આગને કારણે આરકે સ્ટુડિયોનો મોટો ભાગ સળગી ગયો હતો. આ પછી કપૂર પરિવારે તેને વર્ષ 2019 માં વેચવાનું નક્કી કર્યું હતું.

ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડે શુક્રવારે જણાવ્યું હતું કે તેણે પીઢ ફિલ્મ અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા રાજ કપૂરનો મુંબઈના ચેમ્બુરમાં બંગલો ખરીદ્યો છે. કંપની આ સ્થળ પર લક્ઝરી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ વિકસાવવાની યોજના ધરાવે છે.

બંગલાની કિંમત 100 કરોડ રૂપિયા હોવાનો અંદાજ

કંપનીએ શેરબજારને જણાવ્યું કે આ જમીન કપૂર પરિવાર પાસેથી ખરીદવામાં આવી છે જે રાજ કપૂરના કાનૂની વારસ છે. સોદાની કિંમતનો સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી જોકે કિંમત 100 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. અગાઉ મે 2019 માં, ગોદરેજ પ્રોપર્ટીઝે ગોદરેજ આરકેએસ પ્રોજેક્ટ વિકસાવવા માટે કપૂર પરિવાર પાસેથી ચેમ્બુરમાં આરકે સ્ટુડિયો હસ્તગત કર્યો હતો.

ગોદરેજ પ્રોપર્ટીઝના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ ગૌરવ પાંડેએ જણાવ્યું હતું કે, “અમને આ પ્રતિષ્ઠિત પ્રોજેક્ટને અમારા પોર્ટફોલિયોમાં ઉમેરવાનો આનંદ થાય છે અને અમને આ તક આપવા બદલ કપૂર પરિવારના આભારી છીએ.

Published On - 9:01 am, Sat, 18 February 23