Numerology: ખુબીઓથી ભરપૂર હોય છે મૂલાંક 06 વાળા લોકો, માત્ર આ કમીને કારણે ખાય જાય છે થાપ

|

Jul 22, 2021 | 7:36 AM

જે લોકોનો કોઈ પણ મહિનાની 06, 15 કે 24 તારીખે જન્મ થયો છે, તેમનો મૂલાંક 06 માનવામાં આવે છે. આ મૂલાંકવાળા લોકોમાં અન્ય લોકોને આકર્ષિત કરવાની આશ્ચર્યજનક શક્તિ હોય છે.

Numerology: ખુબીઓથી ભરપૂર હોય છે મૂલાંક 06 વાળા લોકો, માત્ર આ કમીને કારણે ખાય જાય છે થાપ
Numerology Number 6

Follow us on

Numerology: સંખ્યા 06 ને અંક શાસ્ત્રમાં ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. તેનો સ્વામી શુક્ર છે. જે લોકોનો કોઈ પણ મહિનાની 06, 15 કે 24 તારીખે જન્મ થયો છે, તેમનો મૂલાંક 06 માનવામાં આવે છે. આ મૂલાંકવાળા લોકોમાં અન્ય લોકોને આકર્ષિત કરવાની આશ્ચર્યજનક શક્તિ હોય છે.

જેના કારણે લોકો ઘણી વાર તેમની નજીક આવે છે. દરેક વ્યક્તિ તેની વાતો અને અદાઓના દિવાના થઈ જાય છે. 06 નંબરવાળા લોકોનું મિત્ર વર્તુળ ઘણું મોટું હોય છે. જે કોઈ પણ આવા લોકોને એકવાર મળે છે, તે પછી તેમનાથી પ્રભાવિત થઈ જાય છે અને તેમની સાથે જોડાય છે અને હંમેશા તેમની તરફ સારી લાગણી રાખીને મદદ માટે સદાને માટે તૈયાર રહે છે.

પોતાના ઈરાદાને લઈને હોય છે પાક્કા
મૂલાંક 06 વાળા લોકો પોતાના ઈરાદાઓને લઈને પાક્કા હોય છે. આ લોકો કોઈ પણ કામ જો એક વાર ધરી લે છે, તો પછી તેને કોઈ પણ ભોગે પૂરી કરીને જ રહે છે. એક રીતે કહી શકાય કે આવા લોકો જીદ્દી હોય છે. પોતાની વાત અને કામને ને લઈને મોટા ભાગે જીદ કરતાં જોવા મળે છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

વગર વિચાર કર્યે બનાવી લે છે પ્રેમ-સબંધ
પ્રેમ સબંધની દ્રષ્ટિથી વાત કરીએ 06 અંકા શુક્રથી પ્રભાવિત હોય છે, જે ભોગ-વિલાસનો અને ભૌતિક સુખોનો સ્વામી છે. એટલા આ મૂલાંકવાળા લોકો પૈસાદાર અને ખૂબસૂરત જોવા મળે છે. સૌંદર્ય પ્રેમી હોવાને કારણે મોટાભાગે આવા લોકો સૌથી વિજાતીય આકર્ષણ ધરાવે છે. ઘણી વાર વગર કઈ વિચાર્યે પ્રેમ સબંધમાં પડવાથી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે અને પાછળથી પસ્તાવો પણ કરે છે

હમેશા રહે છે ઠાઠ-માઠ
શુક્રના શુભ પ્રભાવના કારણે 06 મૂલાંક વાળા લોકો તવંગર હોય છે. તેની પાસે સુખ-સુવિધાઓની વસ્તુઓની કમી રહેતી નથી. ગમે તેવી પરિસ્થિતી હોય તે એક રાજા જેવુ જીવન જીવે. ઘન-ધાન્યની સાથે ભૂમિ-ભવનનું પણ તેને સુખ મળે છે.

સૌંદર્ય તેમજ કલા પ્રેમી
આ મૂલાંકવાળા લોકો સૌંદર્ય પ્રેમી હોય છે. દરેક પ્રકારની કળા શીખવામાં અને ગીત-સંગીતમાં વધુ રસ ધરાવતા હોય છે. આ લોકો અતિથિ સત્કાર કરવા માટે હંમેશા તત્પર રહે છે.

શુભ સાબિત થાય છે આ વસ્તુઓ

06 અંક વાળા લોકો માટે વાદળી, ગુલાબી અથવા લાલ રંગને શુભ માનવામાં આવે છે. જ્યારે મંગળવાર, ગુરુવાર અને શુક્રવારને અત્યંત શુભ માનવમાં આવે છે. તેવામાં 06 મૂલાંક વાળા લોકોએ કોઈ પણ નિર્ણય શુક્રવારે જ લેવો જોઈએ. સાથે જ માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં હમેશા સુખ-સમૃધ્ધિ કાયમ રહે છે.

 

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેના કોઈ જ વૈજ્ઞાનિક પુરાવાઓ નથી. આ લેખને સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. 

 

આ પણ વાંચો: દેવી-દેવતાઓને સમર્પિત છે સપ્તાહનો દરેક દિવસ, જાણો ક્યા દિવસે કયું કાર્ય કરવું રહેશે શુભ ?

આ પણ વાંચો: Glenmark Life IPO : 27 જુલાઈએ આવી રહી છે રોકાણ માટેની તક, જાણો કંપની વિશે વિગતવાર

Next Article