તમારી જન્મ કુંડળી પરથી જાણી શકશો કે મૃત્યુ બાદ તમારા આત્માને કયા લોકની પ્રાપ્તિ થશે, સરળ ભાષામાં સમજો

જ્યોતિષશાસ્ત્ર અનુસાર મનુષ્યની જન્મ કુંડળી પરથી જાણી શકાય છે કે મૃત્યુ બાદ આત્માને કયા લોકની પ્રાપ્તિ થશે. તો ચાલો જાણીએ કે તમારી જન્મ કુંડળી મૂજબ તમારો આત્મા ક્યા ગતી કરશે

તમારી જન્મ કુંડળી પરથી જાણી શકશો કે મૃત્યુ બાદ તમારા આત્માને કયા લોકની પ્રાપ્તિ થશે, સરળ ભાષામાં સમજો
Know what your kundli says
| Edited By: | Updated on: Apr 27, 2022 | 7:29 PM

મૃત્યુને લઈને અનેક એવા પ્રશ્નો છે જે દરેક મનુષ્યના મનમાં ઉદ્ભવતા હોય છે. સાથે જ મૃત્યુ બાદ પણ આત્માની ગતી ક્યા થશે તે અંગે પણ લોકો વિચારતા હોય છે. ઘણા લોકો આ વાતો પર વિશ્વાસ નથી કરતા પરંતુ જ્યારે આ પ્રકારની કોઈ ઘટના બને છે ત્યારે ઉત્સુકતા વધી જતી હોય છે. જ્યોતિષશાસ્ત્ર (Astrology) અનુસાર મનુષ્યની જન્મ કુંડળી પરથી જાણી શકાય છે કે મૃત્યુ બાદ આત્માને કયા લોકની પ્રાપ્તિ થશે. તો ચાલો જાણીએ કે તમારી જન્મ કુંડળી મૂજબ તમારો આત્મા ક્યા ગતી કરશે.

1. જો જાતકની કુંડળીમાં લગ્નમાં ઉચ્ચ રાશીનો ચંદ્ર હોય અને તેને કોઈ અશુભ ગ્રહ જોઈ રહ્યો ન હોય તો એવા મનુષ્યને મૃત્યુ પછી મોક્ષ મળે છે.

2. જો જાતકની કુંડળીમાં કોઈ પણ સ્થાન પર કર્ક રાશીમાં ચંદ્ર સ્થિત હોય તો વ્યક્તિ મૃત્યુ પછી ઉત્તમ કુળમાં જન્મ લે છે. આ સિવાય જો જન્મ કુંડળીમાં 4 ગ્રહો ઉચ્ચ હોય તો વ્યક્તિને શ્રેષ્ઠ મૃત્યુ પ્રાપ્ત થાય છે.

3. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં લગ્નમાં ઉચ્ચનો ગુરૂ ચંદ્રને પૂર્ણ દ્રષ્ટિથી જોતો હોય અને આઠમું સ્થાન ગ્રહોથી ખાલી હોય તો તે વ્યક્તિ અનેક પુણ્ય કાર્યો કરીને મોક્ષ મેળવે છે.

4. જો કોઈની કુંડળીમાં લગ્નમાં ગુરુ અને ચંદ્ર ચોથા ભાવમાં તથા તુલા રાશિમાં શનિ અને સાતમા ભાવમાં મકર રાશીનો મંગળ હોય તો વ્યક્તિ મૃત્યુ બાદ દેવલોકમાં જાય છે.

 

5. જો વ્યક્તિની કુંડળીના આઠમાં ભાવમાં રાહુ હોય તો પરિસ્થિતિને કારણે જાતક પુણ્ય આત્મા બને છે અને મૃત્યુ પછી રાજકુળમાં જન્મ લે છે.

6. જો જાતકની કુંડળીમાં આઠમાં ભાવમાં કોઈ પણ પ્રકારે શુભ કે અશુભ ગ્રહોની દૃષ્ટિ પડી રહી ન હોય અને તે ભાવ ગ્રહોથી ખાલી હોય તો તે બ્રહ્મલોક નહીં તો દેવલોકમાં જાય છે.

7. જો જાતકની કુંડળીના આઠમા ભાવમાં ગુરુ, શુક્ર અને ચંદ્ર દેખાય અથવા શનિ આઠમા ભાવમાં દેખાય અને મકર અથવા કુંભ રાશી આઠમા ભાવમાં હોય તો વ્યક્તિ મૃત્યુ પછી વિષ્ણુલોકની પ્રાપ્તિ કરે છે અથવા વૈકુંઠમાં વાસ કરે છે.

8. જો જાતકની કુંડળીમાં અગિયારમાં ભાવમાં સૂર્ય-બુધ હોય, નવમા ભાવમાં શનિ અને આઠમા ભાવમાં રાહુ હોય તો તે વ્યક્તિ મૃત્યુ પછી દેવલોક અથવા બ્રહ્મલોકમાં જાય છે.

9. જો જાતકની કુંડળીમાં બારમો ભાવ શનિ, રાહુ અથવા કેતુ સાથે જોડાયેલો હોય અથવા કુંડળીમાં આઠમાં ભાવના સ્વામી સાથે જોડાયેલો હોય અથવા છઠ્ઠા ભાવના સ્વામી સાથે જોડાયેલો હોય તો મૃત્યુ પછી વ્યક્તિ નર્કમાં જાય છે. પરંતુ જો તેણે પુણ્ય કર્મો કર્યા હોય તો તે તેનાથી બચી જાય છે.

10. જો જાતકની કુંડળીમાં ગુરુ લગ્નમાં હોય, શુક્ર સાતમા ભાવમાં હોય, કન્યા રાશિનો ચંદ્ર હોય અને ધન લગ્નમાં મેષનો નવમાંશ હોય તો વ્યક્તિ મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે.

(નોંધ : ઉપર આપવામાં આવેલી માહિતી જ્યોતિષ વિષયક અલગ- અલગ પુસ્તકો માંથી લીધેલી છે, જો તમારી કુંડળીમાં ઉપર મુજબના યોગ જણાય તો તેના માટે કોઇ યોગ્ય જ્યોતિષ પાસે તમારી કુંડળી વિષ્લેશણ કરાવો)

આ પણ વાંચો :PM MODIની કોવિડ-19 સંદર્ભે યોજાયેલી વિડીયો કોન્ફરન્સ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા

આ પણ વાંચો Jamnagar: વૃધ્ધનું અપહરણ કરનાર 3 આરોપીની ધરપકડ, વ્યાજે લીધેલા પૈસા વસુલવા માટે અપહરણ કરાયું

Published On - 7:23 pm, Wed, 27 April 22