સરૂપ સિંહ (Sarup Singh)લોકદળ પક્ષના હરિયાણાથી વર્ષ 1978-1984 દરમિયાન રાજ્યસભાના સભ્ય હતા. બાદમાં તેમને ડિસેમ્બર 1990માં ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 1995 સુધી આ પદ સંભાળ્યું હતું અને અગાઉ તેઓ કેરળના રાજ્યપાલ હતા. તેઓ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (1975-1978)ના સભ્ય પણ રહ્યા અને હરિયાણાથી રાજ્યસભાના સભ્ય બન્યા હતા અને ગુજરાત તેમજ કેરળના રાજયપાલ (Gujarat Governor)પણ બન્યા હતા.
સરુપ સિંહ નો જન્મ 9 જાન્યુઆરી 1917માં થયો હતો અને તેમનું નિધન 4 ઓગસ્ટ 2003માં થયું હતું. હરિયાણાના રોહતક જિલ્લાના સાંઘી ગામમાં જન્મેલા, સરૂપ સિંહે ચોથા ધોરણ સુધીનો અભ્યાસ તેમના વતન ગામમાં કર્યો અને 1934માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રિક અને 1936માં દિલ્હી યુનિવર્સિટીમાંથી ઇન્ટરમીડિયેટ આર્ટસ પૂર્ણ કર્યું. તેમણે બી.એ. દિલ્હીની રામજસ કોલેજ (1938)માંથી અંગ્રેજીમાં (ઓનર્સ) અને ત્યારબાદ 1940માં અંગ્રેજીમાં M.A. થયા હતા. તેઓ દિલ્લીની કિરોડીમલ કોલેજમાં ફેકલ્ટી મેમ્બર રહ્યા અને બાદમાં દિલ્હી યુનિવર્સિટીમાં (1971-74)ના વાઇસ-ચાન્સેલર બન્યા હતા. તેઓ 12 ફેબ્રુઆરી 1990 થી 20 નવેમ્બર 1990 સુધી કેરળના રાજ્યપાલ રહ્યા.
તેઓ લોકદળ પક્ષના હરિયાણા (1978-1984)થી રાજ્યસભાના સભ્ય હતા. બાદમાં તેમને ડિસેમ્બર 1990માં ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 1995 સુધી આ પદ સંભાળ્યું હતું અને અગાઉ તેઓ કેરળના રાજ્યપાલ હતા. તેઓ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન વર્ષ 1975થી 1978 દરમિયાન સભ્ય પણ રહ્યા અને હરિયાણાથી રાજ્યસભાના સભ્ય વર્ષ 1978-1984 દરમિયાન બન્યા હતા.
સિંઘે 1940 માં હિંદુ કોલેજ, દિલ્હી યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી, જ્યાં તેમણે એક દાયકાથી વધુ સમય સુધી વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા રહ્યા હતા. 1961માં, જ્યારે કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગની સ્થાપના કરવામાં આવી, ત્યારે તેઓ તેના પ્રથમ વડા બન્યા હતા. ત્યારબાદ 1965માં તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગના પ્રોફેસર અને હેડ બન્યા. આખરે, જાન્યુઆરી, 1971માં તેમને યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના અવસાન બાદ કુરુક્ષેત્ર યુનિવર્સિટી, હરિયાણામાં તેમની જન્મજયંતિ પર “ડૉ. સરુપ સિંહ પ્રવચનો”નું પણ આયોજન કર્યું હતું,