Kailash Pati Mishra Profile: ભારતીય જનતા પાર્ટીના ભીષ્મ પિતામહનું બિરૂદ પામેલા સંનિષ્ઠ નેતા

|

Jun 27, 2022 | 7:42 AM

Kailash Pati Mishra Full Profile in Gujarati: તેઓ ભારતીય જનતા પક્ષના (BJP) નેતા હતા. ભારતીય જનતા પાર્ટીના ભીષ્મ પિતામહ તરીકે જાણીતા મિશ્રા વૃદ્ધાવસ્થાના કારણે તેમના જીવનના છેલ્લા બે વર્ષ સુધી રાજકીય પ્રવૃત્તિઓથી દૂર હતા.

Kailash Pati Mishra Profile: ભારતીય જનતા પાર્ટીના ભીષ્મ પિતામહનું બિરૂદ પામેલા સંનિષ્ઠ નેતા
KailashPati Mishra Gujarat Governor Full Profile in Gujarati

Follow us on

Kailash Pati Mishra Full Profile in Gujarati: તેઓ ભારતીય જનતા પક્ષના(BJP) નેતા હતા અને ગુજરાતના પૂર્વ રાજ્યપાલ (Gujarat Governor) હતા. રાજસ્થાનના રાજ્યપાલ નિર્મલચંદ્ર જૈનના અવસાન પછી ટૂંક સમય માટે તેઓએ રાજસ્થાનના કાર્યકારી રાજ્યપાલ તરીકે પણ પદભાર સંભાળ્યો હતો. મહાત્મા ગાંધીની હત્યા પછી તેઓએ જેલવાસ પણ ભોગવ્યો હતો.

અંગત જીવન (Personal Life)

કૈલાશપતિ મિશ્રનો જન્મ બિહારનાં બક્સર નજીકના દુધારચક ગામે, ભુમિહાર બ્રાહ્મણ કુટુંબમાં થયેલો. તેઓ અપરણિત હતા અને બિહારના “ભિષ્મ પિતામહ”નું બિરૂદ પામેલા હતા.

રાજકીય કારર્કિર્દી (Political Career)

કૈલાસપતિ મિશ્ર વર્ષ 1944 પછીથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયા હતા અને મહાત્મા ગાંધીની હત્યા પછી તેઓએ જેલવાસ પણ ભોગવ્યો હતો . તેમણે 1942 નાં ભારત છોડો આંદોલનમાં ભાગ લીધેલો અને એ માટે જેલમાં પણ ગયેલા. કૈલાશ પતિ મિશ્રાએ પટનાથી જનસંઘની ટિકિટ પર 1971ની લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. તેઓ પટણાનાં બિક્રમ વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી જીતી અને બિહાર સરકારમાં નાણામંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી. વર્ષ 1977-78 માં જ્યારે બિહારમાં જનતા પાર્ટીની સરકાર હતી ત્યારે પણ તેમની નાણામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

વર્ષ  1980માં, જ્યારે પાર્ટીની સ્થાપના થઈ ત્યારે તેઓ ભાજપના બિહારના પ્રથમ અધ્યક્ષ બન્યા. તેમણે 1995 થી 2003 સુધી ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. બિહારમાં ભારતીય જનતા પાર્ટીના ભિષ્મ પિતામહ તરીકે જાણીતા, મિશ્રા વૃદ્ધાવસ્થાના કારણે તેમના જીવનના છેલ્લા બે વર્ષ સુધી સીધી રાજકીય પ્રવૃત્તિઓથી દૂર હતા, પરંતુ તેઓ પક્ષ માટે સતત પ્રેરણા સ્ત્રોત બની રહ્યા હતા. 86 વર્ષની વયે પટણામાં તેઓનું અવસાન થયું હતું. ભારત સરકારે 2016માં તેમના સન્માન અને સ્મૃતિમાં પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડ્યો હતો.

Published On - 7:38 am, Mon, 27 June 22

Next Article