CM Keshubhai Patel: બે વાર ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા, ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ગુમાવ્યું મુખ્યમંત્રી પદ

Keshubhai Patel  Gujarat CM Full Profile in Gujarati : તેમણે માર્ચ 1995 થી ઓક્ટોબર 1995 અને માર્ચ 1998 થી ઓક્ટોબર 2001 સુધી બે વાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. 2 ઓક્ટોબર 2002ના રોજ તેમણે મુખ્ય મંત્રી પદ પરથી ખરાબ તબિયતને કારણે રાજીનામું આપ્યું

CM Keshubhai Patel: બે વાર ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા,  ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ગુમાવ્યું મુખ્યમંત્રી પદ
Gujarat CM keshubhai patel
| Edited By: | Updated on: Oct 02, 2022 | 2:50 PM

Keshubhai Patel  Gujarat CM Full Profile in Gujarati :  કેશુભાઈ  પટેલે ( keshu bhi patel ) , તેમણે માર્ચ 1995 થી ઓક્ટોબર 1995 અને માર્ચ 1998 થી ઓક્ટોબર 2001 સુધી બે વાર ગુજરાતના મુખ્યમંત્રી  (Gujarat Governor) તરીકે સેવા આપી હતી. 2 ઓક્ટોબર 2002ના રોજ તેમણે મુખ્ય મંત્રી પદ પરથી ખરાબ તબિયતને કારણે રાજીનામું આપ્યું. સત્તાનો દૂરઉપયોગ, ભષ્ટાચાર, ખરાબ વહીવટ તેમજ ઉપ-ચૂંટણીઓમાં પક્ષની હાર તેમજ 2001 ના ગુજરાત ધરતીકંપમાં રાહતના નાણાંનો દૂરઉપયોગ જેવા કારણોને લીધે તેમણે પદ ગુમાવવું  પડ્યું અને  ત્યાર બાદ નરેન્દ્ર મોદીને  મુખ્યમંત્રી બનાવ્યા હતા.

અંગત જીવન (Personal Life)

કેશુભાઈ પટેલનો જન્મ 24 જુલાઈ 1928 માં  થયો હતો અને તેમનું મૃત્યુ  29 ઓક્ટોબર 2020માં થયું  હતું.    તેઓ મૂળ વિસાવદના છે.   તેમણે પ્રાથમિક અભ્યાસ પત્નીનું નામ લીલાબહેન હતું. આ દંપતીને પાંચ પુત્રો અને એક પુત્રી હતા.21  સપ્ટેમ્બર 2006ના રોજ કેશુભાઈના પત્ની લીલાબહેન પટેલ અમદાવાદ ખાતેના તેમના ઘરમાં આગ ફાટી નીકળતા આ  ઘટનામાં  મૃત્યુ પામ્યા હતા

રાજકીય કારર્કિર્દી (political Carrear)

કેશુભાઈ એક સમયે ભાજપના વરિષ્ઠ નેતામાં સમાવેશ  પામતા આ નેતાએ રાજકોટથી  રાજકીય કારર્કિર્દી શરૂ કરી હતી. રા જકોટ મ્યુનિસિપાલિટી અને બાદમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણી લડીને ચૂંટણીના રાજકારણમાં તેમની સફરની શરૂઆત કરી હતી. તેમણે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત જનસંઘના કાર્યકર તરીકે કરી હતી, જેમાંથી તેઓ 1960ના દાયકામાં સ્થાપક સભ્ય હતા. તેઓ 1972માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વાંકાનેર (વિધાનસભા મતવિસ્તાર)માંથી કોંગ્રેસ સામે હારી ગયા હતા. 1975 માં, તેઓ રાજકોટ વિધાનસભા મતદારક્ષેત્રમાંથી જીત્યા અને 1978 થી 1980 સુધી મુખ્ય પ્રધાન બાબુભાઈ જશભાઈ પટેલની આગેવાની હેઠળ સંસ્થા કોંગ્રેસ તરીકે ઓળખાતી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (સંગઠન) ની BJS સમર્થિત સરકારમાં સિંચાઈ મંત્રી બન્યા. કટોકટી દરમિયાન, પટેલ ગુજરાતના 3,500 લોકોમાં સામેલ હતા જેમને આંતરિક સુરક્ષા કાયદા હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.

તેઓ 1979ના મચ્છુ ડેમની નિષ્ફળતા બાદ રાહત કાર્યમાં સામેલ થયા હતા. ગુજરાતમાં તેમનો  મુખ્યમંત્રી તરીકેનો કાળ  માર્ચ 1995 થી ઓક્ટોબર 1995 અને માર્ચ 1998 થી ઓક્ટોબર 2001  સુધીનો  રહ્યો હતો. 2 ઓક્ટોબર 2002ના રોજ તેમણે મુખ્ય મંત્રી પદ પરથી ખરાબ તબિયતને કારણે રાજીનામું આપ્યું. સત્તાનો દૂરઉપયોગ, ભષ્ટાચાર, ખરાબ વહીવટ તેમજ ઉપ-ચૂંટણીઓમાં પક્ષની હાર તેમજ 2001 ના ગુજરાત ધરતીકંપમાં રાહતના નાણાંનો દૂરઉપયોગ જેવા કારણોને લીધે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રી બનાવ્યા હતા. વર્ષ 2022માં  તેઓ રાજ્ય સભાના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા હતા.  2007ની ચૂંટણીના સમયે તેમણે તેમના જૂથને પોતાના માટે મત આપવાની અરજી કરી હતી, પરંતુ આશ્ચયજનક રીતે નરેન્દ્ર મોદી સરળતાથી  આ ચૂંટણીમાં જીતી ગયા હતા અને કેશુભાઈએ હારનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના

4 ઓગસ્ટ 2012ના રોજ તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટ્ણી માટે ગુજરાત પરિવર્તન પાર્ટી નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો અને ભાજપમાંથી રાજીનામું આપ્યું. જાન્યુઆરી 2014માં તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું અને ત્યાર પછી 13  ફેબ્રુઆરી 2014ના રોજ ખરાબ તબિયતને કારણે ગુજરાત વિધાન સભાના સભ્યપદેથી પણ રાજીનામું આપ્યું. 24 ફેબ્રુઆરી 2014 ના રોજ ગુજરાત પરિવર્તન પાર્ટીનું ભાજપમાં વિલિનીકરણ થયું હતું હતું

વિશેષ સિદ્ધી

26 જાન્યુઆરી 2021ના રોજ તેમને ભારત સરકાર તરફથી મરણોત્તર પદ્મભૂષણ પુરસ્કાર  એનાયત કરાયો હતો

Published On - 2:50 pm, Sun, 2 October 22