Balram Jakhar Profile: લોકસભામાં લાંબો સમય સ્પીકર પદે રહી સંસદની કાર્યપદ્ધતિને આધુનિક બનાવી

|

Jun 27, 2022 | 7:43 AM

Balram Jakhar Gujarat Governor Full Profile in Gujarati: ડૉ. બલરામ જાખડ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા હતા. તેઓ મધ્યપ્રદેશ અને ગુજરાતના રાજ્યપાલ પણ રહી ચૂક્યા હતા.

Balram Jakhar Profile: લોકસભામાં લાંબો સમય સ્પીકર પદે રહી સંસદની કાર્યપદ્ધતિને આધુનિક બનાવી
Balram Jakhar Gujarat Governor Full Profile in Gujarati

Follow us on

ડૉ. બલરામ જાખડ ( Gujarat Governor Balram Jakhar) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (Congress) પક્ષના વરિષ્ઠ નેતા હતા. ભારતના ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ હોવા ઉપરાંત તેઓ મધ્યપ્રદેશ અને  ગુજરાતના રાજ્યપાલ પણ રહી ચૂક્યા હતા.  તેમણે રાજસ્થાનના સિકર જિલ્લામાંથી લોકસભામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને 1980થી 10 વર્ષ સુધી લોકસભાના અધ્યક્ષ  પદે રહ્યા હતા.  તેઓ ભારતની લોકસભામાં સૌથી લાંબા સમય માટે સ્પીકર પદે રહ્યા હતા. લોકસભાના સ્પીકર તરીકે તેમણે સંસદીય કાર્યોના ઓટોમેશન અને કમ્પ્યુટરાઈઝેશનને પ્રોત્સાહન આપ્યું. તેમણે સંસદના સભ્યોના જ્ઞાન અને ઉપયોગ માટે સંસદ પુસ્તકાલય, સંદર્ભ, સંશોધન, દસ્તાવેજીકરણ અને માહિતી સેવાઓને પ્રોત્સાહન આપ્યું. કોમનવેલ્થ પાર્લામેન્ટેરિયન એક્ઝિક્યુટિવ ફોરમના અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા તેઓ પ્રથમ એશિયન હતા.

અંગત જીવન (Personal Life)

બલરામ જાખડનો જન્મ પંજાબના ફાઝિલ્કા જિલ્લાના પંજકોસી ગામમાં 23 ઓગસ્ટ 1923ના રોજ એક પંજાબી હિંદુ જાટ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ ચૌધરી રાજારામ જાખડ હતા અને માતાનું નામ પટ્ટોદેવી જાખડ હતું.

શિક્ષણ (Education )

બલરામ  જાખડે  1945માં લાહોરની ફોરમેન ક્રિશ્ચિયન કોલેજમાંથી સંસ્કૃતમાં ડિગ્રી મેળવી હતી. તેમને અંગ્રેજી, પંજાબી, ઉર્દૂ, સંસ્કૃત અને હિન્દી ભાષાઓનું જ્ઞાન હતું.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

રાજકીય કારર્કિર્દી(Political Career)

કોંગ્રેસ પક્ષના આજીવન સભ્ય, જાખરે 1965માં ભારતીય કૃષક સમાજ, નામના ખેડૂતોના સંગઠનની સ્થાપના કરી હતી. તેઓ 1972માં પંજાબ વિધાનસભામાં ચૂંટાયા હતા અને 1977માં વિપક્ષના નેતા બનીને ફરી ચૂંટાયા હતા. ત્યાર બાદ તેમણે સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું હતું. તેઓ 1980માં ફિરોઝપુરથી સાતમી લોકસભા અને 1984માં સીકરથી આઠમી લોકસભા માટે ચૂંટાયા હતા. તેઓ ગૃહમાં તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. વધુમાં, લોકસભાના સ્પીકર તરીકે બે વાર સેવા આપી, ભારતીય સંસદના ઇતિહાસમાં  તેમના ફાળે  એક દુર્લભ સિદ્ધિ નોંધાયેલી છે કે તેઓ વર્ષ  1980 થી 1989 સુધી સ્પીકર પદે રહ્યા હતા અને   ઇતિહાસમાં સૌથી વધુ સમય સુધી સેવા આપનાર સ્પીકર બન્યા. લોકસભાના સ્પીકર તરીકે તેમણે સંસદીય કાર્યોના ઓટોમેશન અને કમ્પ્યુટરાઈઝેશનને પ્રોત્સાહન આપ્યું. તેમણે સંસદના સભ્યોના જ્ઞાન અને ઉપયોગ માટે સંસદ પુસ્તકાલય, સંદર્ભ, સંશોધન, દસ્તાવેજીકરણ અને માહિતી સેવાઓને પ્રોત્સાહન આપ્યું. સંસદ સંગ્રહાલયની સ્થાપના તેમનું યોગદાન હતું. કોમનવેલ્થ પાર્લામેન્ટેરિયન એક્ઝિક્યુટિવ ફોરમના અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા તેઓ પ્રથમ એશિયન હતા.

2004માં કોંગ્રેસ પાર્ટી સત્તામાં પરત ફર્યા બાદ, તેમને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 30 જૂન 2004 થી 30 મે 2009 સુધી તેઓ આ પદ પર હતા.  તો 03/07/2004 થી  23/07/2004 સુઘી ગુજરાતના રાજ્યપાલ પદે નિયુક્ત હતા.  તેમનું  અવસાન  03/02/2016 ના રોજ 93 વર્ષની વયે  થયું હતું.

Published On - 7:39 am, Mon, 27 June 22

Next Article