કેન્દ્રીય મંત્રી Narayan Rane ને ‘મરઘી ચોર’ કેમ કહે છે શિવસેના? વાંચો તેની પાછળના રસપ્રદ કિસ્સા

|

Aug 24, 2021 | 1:05 PM

શિવસેના છોડ્યા પછી પણ, બાળાસાહેબ ઠાકરેથી લઈને રામદાસ કદમ સુધીના તમામ શિવસેનાના નેતાઓ Narayan Rane ને મરઘી ચોરના નામથી બોલાવતા હતા. રાણેને મરઘી ચોર કહેવા પાછળ જાણો કેટલા છે કિસ્સા.

કેન્દ્રીય મંત્રી Narayan Rane ને મરઘી ચોર કેમ કહે છે શિવસેના? વાંચો તેની પાછળના રસપ્રદ કિસ્સા
Why does Shiv Sena call Union Minister Narayan Rane kombdi chor or chicken thief?

Follow us on

સીએમ ઉદ્ધવ (CM Uddhav Thackeray) પર આપેલા નિવેદન બાદ શિવસેનાના કાર્યકરોએ મુંબઈના દાદર વિસ્તારમાં મરઘી ચોરના (Kombadi chor) પોસ્ટર લગાવ્યા હતા. તે જ સમયે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નારાયણ રાણે (Narayan Rane) બાંદ્રા પૂર્વ બેઠક પરથી પેટા ચૂંટણી હારી ગયા, ત્યારે શિવસેનાના કાર્યકરોએ તેમના હાથમાં મરઘી લઈને ઉજવણી કરી હતી. જે બાદ સવાલો ઉઠી રહ્યા છે કે પૂર્વ મુખ્યમંત્રીને મરઘી ચોર કેમ કહેવામાં આવી રહ્યા છે. આની પાછળ અનેક પ્રકારની વાર્તાઓ જણાવવામાં આવે છે.

શિવસેનાના (Shivsena) એક કાર્યકરે જણાવ્યું કે નાનપણમાં નારાયણ રાણે તેના મિત્ર હનુમંત પરબ સાથે ચેમ્બુર વિસ્તારમાં ગુંડાગીરી કરતા હતા. બાળપણમાં મિત્રો સાથે તેમણે ઘણી વખત મરઘી પણ ચોરી છે. જ્યારે તે પકડાઈ ગયા ત્યાતે ડાકેએ તેમને બચાવી લીધા હતા. ત્યારથી, તેમને મરઘી ચોરના નામથી ચીડવવાનું શરૂ કર્યું. જોકે આ બાળપણની વાત છે. તેમની સામે પોલીસ સ્ટેશનમાં (Mumbai Police) મરઘી ચોરીનો કોઈ કેસ નોંધાયો નથી.

રાણે શિવસેનામાં ‘મરઘી ચોર’ તરીકે પ્રખ્યાત હતા

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

અહેવાલો અનુસાર, શિવસેના છોડ્યા પછી પણ બાલાસાહેબ ઠાકરેથી લઈને રામ કદમ સુધીના તમામ શિવસેના નેતાઓ તેમને મરઘી ચોરના નામથી બોલાવતા હતા. તે જ સમયે, રાણેનું નામ મરઘી ચોરમાં પડવા પાછળ બીજી એક વાર્તા છે. શિવસેના કાર્યાલયના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર નારાયણ રાણે મરઘી ચોરી સાથે લડવા જગાડવામાં ખૂબ આગળ હતા. તેમણે કહ્યું કે તેમની એક ગેંગ ચેમ્બુર વિસ્તારમાં ખૂબ સક્રિય હતી. તેમની ગેંગ સામે હુમલો, હત્યાના પ્રયાસ જેવા ગંભીર કેસ નોંધાયા હતા.

બાલાસાહેબ ઠાકરે પણ ‘મરઘી ચોર’ કહેતા હતા

વાસ્તવમાં નારાયણ રાણે મહારાષ્ટ્રના કોંકણના છે અને જેઓ કોંકણમાં નાની-મોટી ગુનાહિત ઘટનાઓમાં સક્રિય હોય તેમને મરઘી ચોર કહેવામાં આવે છે. તેમનું નામ મરઘી ચોર હોવાનું એક કારણ આ પણ કહેવાય છે. એક સમય હતો જ્યારે નારાયણ રાણે બાલાસાહેબ ઠાકરે માટે ખૂબ જ ખાસ માનવામાં આવતા હતા. પરંતુ પક્ષમાંથી બળવો કર્યા બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા. તે પછી તેને મરઘી ચોર કહીને તેમને હેરાન કરવામાં આવતા હતા.

 

આ પણ વાંચો: Maharashtra: FIR પછી નારાયણ રાણેએ કહ્યું – મારા વિરુધ્ધ આદેશ કાઢનારા રાષ્ટ્રપતિ થોડા છે ? હુ નાનો માણસ નહી કેન્દ્રીય પ્રધાન છુ

આ પણ વાંચોઃ Maharashtra: મુખ્ય પ્રધાન ઉદ્ધવને ‘થપ્પડ’ મારવાનું કહીને ફસાયા કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે, નાસિક-પુણેમાં નોધાઈ FIR, શિવસેનાએ લગાવ્યા ‘મરઘી ચોર’ના પોસ્ટર

Next Article