PM મોદીએ કોરોનાની ગુજરાતની સ્થિતી વિશે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને શું કહ્યું ? જુઓ VIDEO

|

Jan 11, 2021 | 11:34 PM

કોરોના વેક્સીનેશન સહિતની અનેક કામગીરી અત્યારે ચાલે છે. ત્યારે ગુજરાતમાં કોરોના સામે લડવા શું કામગીરી છે તેની સમીક્ષા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ કરી હતી.

કોરોના વેક્સીનેશન સહિતની અનેક કામગીરી અત્યારે ચાલે છે. ત્યારે ગુજરાતમાં કોરોના સામે લડવા શું કામગીરી છે તેની સમીક્ષા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ કરી હતી. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (DyCM Nitin Patel) કહ્યું હતું કે પીએમ મોદીએ કોરોના કામગીરીને લઈને સમીક્ષા કરી છે. પીએમ મોદીએ કોન્ફરન્સથી આ અંગે વાતચીત કરી હતી. કોરોના સંક્રમણની સ્થિતી અને લીધેલા પગલાઓ અંગે પણ વાત થઈ હતી.

 

 

નીતિન પટેલે કહ્યું હતું કે દેશમાં એક તબક્કે મોટા પ્રમાણમાં કેસ નોંધાતા હતા, જે હવે ઓછા થઈ ગયાં છે અને મૃત્યુનું પ્રમાણ પણ ઓછું થયું છે. કોરોના અંગે એક પ્રેઝન્ટેશન પણ રજૂ કરાયું હતું. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સથી વાત કરી ત્યારે કહ્યું હતું કેન્દ્ર સરકારે તમામ મદદ કરવાની ખાતરી આપે છે. મહત્વનું છે કે કોરોનાકાળ બાદ અલગ અલગ રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે પીએમ મોદીએ 12મી વાર વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી હતી.

 

આ પણ વાંચો: વેક્સિન: સરકાર તરફથી સીરમ ઈન્સ્ટીટ્યૂટને મળ્યો ઓર્ડર, રસીના ટ્રાન્સપોર્ટની જવાબદારી કુલ-એક્સ કોલ્ડ ચેઈનને સોંપાઈ

Next Video