West Bengal માં ગુજરાત મોડેલનું અનુસરણ કરાશે, 200 બેઠક મેળવવા રોડ મેપ તૈયાર

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે પોતાના નિવાસ પર West Bengal  કોર કમિટીની બેઠક કરીને આગામી વિધાનસભા ચુંટણીમા પાર્ટી નેતાઓને 200 બેઠકો જીતવા માટેનો રોડમેપ સમજાવ્યો હતો.

West Bengal માં ગુજરાત મોડેલનું અનુસરણ કરાશે, 200 બેઠક મેળવવા રોડ મેપ તૈયાર
West Bengal Assembly Election
| Edited By: | Updated on: Jan 17, 2021 | 9:18 AM

West Bengal માં આગામી મહિનાઓમા યોજાનારી વિધાનસભા ચુંટણીને લઇને ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે પોતાના નિવાસ પર West Bengal કોર કમિટીની બેઠક કરીને આગામી વિધાનસભા ચુંટણીમા પાર્ટી નેતાઓને 200 બેઠકો જીતવા માટેનો રોડ મેપ સમજાવ્યો હતો. તેમણે બુથ લેવલ પર નવા કાર્યકર્તાઓને જોડવાના અભિયાન ચલાવવા પણ નિર્દેશ આપ્યા હતા. અમિત શાહે ગુજરાતનું પેજ પ્રમુખ મોડેલ West Bengal માં અપનાવવા માટે પણ જણાવ્યું હતું. વોટર લિસ્ટના દરેક પાના પર નોંધાયેલા નામોને ભાજપમાં લાવવાની જવાબદારી સક્રિય કાર્યકર્તાને આપવામા આવશે.

આ ઉપરાંત આ બેઠકમાં પશ્ચિમ બંગાળમાં ચુંટણી જાહેર ના થાય તે પૂર્વે અધ્યક્ષ જે.પી. નડ્ડા દર મહિને બે રેલી કરશે, જ્યારે સ્ટાર પ્રચારકો ચુંટણી જાહેર થયા બાદ રેલી યોજે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમા ટીએમસીના નારાજ કેટલાંક સાંસદ અને ધારાસભ્યો ભાજપમા આવવા માટે તૈયાર છે તેના પર પણ ચર્ચા કરવામા આવી હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રૉય, રાષ્ટ્રીય મહાસચિવ અને બંગાળના પ્રભારી કૈલાસ વિજય વર્ગીય, પ્રદેશ સંગઠન મહામંત્રી અભિતાભ ચક્રવતી હાજર હતા.

 

આ પણ વાંચો: VADODRA : સાવલીના લામડાપુરામાં સંદીપ એન્ટરપ્રાઇઝ કંપનીમાં આગ લાગી, આગ લાગવાનું કારણ અકબંધ