West Bengal Election 2021: નંદીગ્રામમાં Mamata Banarjee પર હુમલો, ઘાયલ હાલતમાં કોલકત્તા જવા રવાના

|

Mar 10, 2021 | 7:47 PM

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી Mamata Banerjee  પર કેટલાક લોકોએ હુમલો કર્યો છે. હુમલા બાદ મમતા બેનર્જી ઘાયલ હાલતમાં કારમાં બેઠા હતા. આ ઘટના પછી જ્યારે મમતા બેનર્જી સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે ચારથી પાંચ લોકોએ તેના પર હુમલો કર્યો.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી Mamata Banerjee  પર કેટલાક લોકોએ હુમલો કર્યો છે. હુમલા બાદ મમતા બેનર્જી ઘાયલ હાલતમાં કારમાં બેઠા હતા. આ ઘટના પછી જ્યારે મમતા બેનર્જી સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે ચારથી પાંચ લોકોએ તેના પર હુમલો કર્યો. મમતા બેનર્જીના ડાબા પગમાં ઈજા થઈ છે. જો કે, આ સિવાય તેમણે કહ્યું હતું કે તે બીજું કંઈપણ કહેવાની સ્થિતિમાં નથી.

 

મળતી માહિતી પ્રમાણે Mamata Banerjee નંદીગ્રામમાં સતત ત્રણથી ચાર કલાક લોકોની સાથે જનસંપર્કમાં હતા, પરંતુ તે સમયે ત્યાં કોઈ સ્થાનિક પોલીસ નહોતી. મમતા બેનર્જીએ કહ્યું, ચાર-પાંચ લોકોએ કાર રોકી હતી અને હુમલો કરવામાં આવ્યો હતો. આ ઈરાદાપૂર્વક કરવામાં આવ્યું હતું. મારી છાતીમાં પણ દુ:ખે છે.

 

 

મમતા બેનર્જી નંદિગ્રામમાં પૂજા કરી પરત આવી રહ્યા હતા
Mamata Banerjeeએ જણાવ્યું હતું કે ઈરાદાપૂર્વક તેના પગને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને હાલમાં તે ચાલવાની સ્થિતિમાં નથી. મમતા બેનર્જીના કાફલા પર હુમલો થયો હતો, જ્યારે તે નંદિગ્રામમાં હતા. મળતી માહિતી મુજબ, જ્યારે મમતા બેનર્જી નંદિગ્રામના મંદિરમાં પૂજા કરી પરત આવી રહ્યા હતા. તે દરમિયાન ચાર લોકોએ કારમાં બેસીને કારના ગેટને બળજબરીથી બંધ કરી દીધા હતા. આનાથી મમતા બેનરજીના પગમાં ઈજા થઈ હતી. તેઓને કોલકાતા લાવવામાં આવી રહ્યા છે. માનવામાં આવે છે કે તેને વેલ એરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.

 

આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારે કરી સચિન વજેની બદલી, ગૃહપ્રધાન અનિલ દેશમુખે કરી જાહેરાત

Next Video