Narada Sting Case : સીબીઆઈએ કેસને બંગાળ બહાર ટ્રાન્સફર કરવા કરી અરજી, મમતા બેનર્જીને પણ પક્ષકાર બનાયા

|

May 19, 2021 | 8:37 PM

Narada Sting Case : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કાયદા પ્રધાન મલય ઘટકને કોલકત્તા હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી સીબીઆઈની અરજીમાં પક્ષકાર બનાવવામાં આવ્યા છે. જેમાં નારદા સ્ટિંગ ટેપ કેસને રાજ્યની બહાર તબદીલ કરવા વિનંતી કરવામાં આવી છે.

Narada Sting Case : સીબીઆઈએ કેસને બંગાળ બહાર ટ્રાન્સફર કરવા કરી અરજી, મમતા બેનર્જીને પણ પક્ષકાર બનાયા
સીબીઆઈએ મમતા બેનર્જીને પણ પક્ષકાર બનાયા

Follow us on

Narada Sting Case : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી Mamata Banerjee  અને કાયદા પ્રધાન મલય ઘટકને કોલકત્તા હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી સીબીઆઈની અરજીમાં પક્ષકાર બનાવવામાં આવ્યા છે. જેમાં નારદા સ્ટિંગ ટેપ કેસને રાજ્યની બહાર તબદીલ કરવા વિનંતી કરવામાં આવી છે.

આ કેસમાં આજે અઢી કલાક સુધી સુનવણી ચાલી હતી.  તેની બાદ હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ રાજેશ બિંદલની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેંચે ગુરુવારે બપોરે 2 વાગ્યે આ કેસમાં સુનાવણીનો સમય નક્કી કર્યો  છે.  આ બેંચ પશ્ચિમ બંગાળના પ્રધાન સુબ્રત મુખર્જી અને ફિરહાદ હાકીમ, તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય મદન મિત્રા અને કોલકત્તાના ભૂતપૂર્વ મેયર શોભન ચેટરજીની અરજીઓની પણ સુનાવણી કરશે. જેમાં સીબીઆઈ કોર્ટે નારદા સ્ટિંગ કેસમાં તેમની ધરપકડ સંદર્ભે આપવામાં આવેલી જામીન પર સ્ટે મુક્યો છે.જેમા જામીન પર સ્ટે લાદવાનો હુકમ પરત ખેંચવા વિનંતી કરવામાં આવી છે.

Mamata Banerjee અને કાયદા મંત્રી મલય ઘટક ઉપરાંત તપાસ એજન્સીએ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને વકીલ કલ્યાણ બેનર્જીને પણ હાઈકોર્ટમાં કરેલી અરજીમાં પોતાના  પક્ષકાર બનાવ્યા છે.

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

સીબીઆઈ વતી ભારતના સોલિસીટર જનરલ તુષાર મહેતાએ સોમવારે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલ અને ન્યાયાધીશ અરિજિત બેનર્જીની ડિવિઝન બેંચને કહ્યું હતું કે સીબીઆઇ કાર્યાલયની બહાર મુખ્યમંત્રી દ્વારા ધરણાને લીધે અસાધારણ પરિસ્થિતિ ઉભી થઈ છે. સીબીઆઈએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે પશ્ચિમ બંગાળના કાયદા પ્રધાન ભીડની સાથે કોર્ટમાં હાજર હતા જ્યાં આરોપીઓને રજુ કરવાના હતા.

એજન્સીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા નેતાઓના અનેક સમર્થકોએ અહીં નિઝામ પેલેસમાં સીબીઆઈ ઑફિસનો ઘેરાવ કર્યો હતો અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાના હતા તેવા અધિકારીઓને બહાર જવા દીધા ન હતા. તેની બાદમાં સોમવારે આરોપીઓને ડિજિટલ માધ્યમ દ્વારા સીબીઆઈની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા.

ચાર્જશીટ દાખલ, કોરોના રોગચાળામાં અટકાયત સામે વિરોધ

જો કે આ દરમ્યાન Mamata Banerjee  વતી હાજર વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે મુખ્યમંત્રીએ કોઈ વિરોધ પ્રદર્શન કર્યું નથી. તે શાંતિથી ગયા હતા અને શાંતિથી બહાર આવ્યા હતા. જે પણ વિરોધ પ્રદર્શનો થયા તે વિરોધ ગાંધી ચિંધ્યા માર્ગે થયો હતો. જ્યારે સીબીઆઈના અધિકારીઓ ફિરહાદ હકીમની ધરપકડ કરવા ગયા ત્યારે ફિરહાદે જાતે અધિકારીઓને મદદ કરી. જ્યાં સુધી કાયદા પ્રધાન કોર્ટ પરિસરમાં રોકાઈ રહ્યા છે તે બાબતનો સવાલ છે તો તે કેમ્પસમાં નહોતા. નેતાઓએ કોઈ પ્રભાવનો ઉપયોગ કર્યો નથી. તેમણે કહ્યું કે સીબીઆઈએ ચાર્જશીટ આપી છે. તેમજ કોરોના રોગચાળામાં અટકાયત કરવાનો કોઈ અર્થ નથી.

Published On - 8:34 pm, Wed, 19 May 21

Next Article