VADODARA : વોર્ડ નં.16માં કોંગ્રેસના બે નેતાઓએ મેન્ડેટ વગર ફોર્મ ભર્યું
VADODARA : વોર્ડ નં.16 માં કોંગ્રેસે બે નામો જ જાહેર કર્યા હોવા છતાં અન્ય બે ઉમેદવરોએ ફોર્મ ભર્યું છે.
VADODARA : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે વડોદરા સહિત રાજ્યની 6 મહાનગરપાલિકાઓમાં ઉમેદવારો જાહેર કરી દીધા છે. વડોદરા મહાનગરપાલિકાની વાત કરીએ તો ભાજપે તમામ વોર્ડમાં પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે જ્યારે કોંગ્રેસે અમુક વોર્ડમાં બે નામો જ જાહેર કર્યા છે. વોર્ડ નં.16 માં કોંગ્રેસે બે નામો જ જાહેર કર્યા હોવા છતાં કોંગ્રેસના બે નેતાઓએ મેન્ડેટ વગર ફોર્મ ભર્યું છે.
વડોદરા મહાનગરપાલિકામાં કોંગ્રેસે વોર્ડ નં.16 માં અલકા પટેલ અને ચંદ્રકાંત શ્રીવાસ્તવ આ બે ઉમેદવારોના જ નામ જાહેર કર્યા હતા. આ બે ઉમેદવારોએ સિવાય મેન્ડેટમાં નામ ન હોવા છતાં ગૌરાંગ સુતરીયા અને સુવર્ણા પવારે ફોર્મ ભર્યું છે. વડોદરા મહાનગરપાલિકામાં વોર્ડ નં.16 માં ગૌરાંગ સુતરીયા અને સુવર્ણા પવારે મેન્ડેટ વગર ફોર્મ ભરતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ