પૂર્વ પ્રધાન કાંતિ ગામિતની મુશ્કેલીમાં વધારો, સોનગઢ કોર્ટે કાંતિ ગામિત અને પુત્ર જીતુ ગામિતના 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

|

Dec 03, 2020 | 9:58 PM

પૌત્રીની સગાઇમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવો પૂર્વ આદિજાતિ પ્રધાન કાંતિ ગામીતને ભારે પડ્યો છે. ફરિયાદ નોંધાયા બાદ ધરપકડ અને હવે કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કરતા કાંતિ ગામીતની મુશ્કેલીઓ વધી છે. સમગ્ર ઘટનાક્રમમાં 19 આરોપીઓની ધરપકડ કર્યા બાદ આજે સોનગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સોનગઢ કોર્ટે કાંતિ ગામીત અને પૂત્ર જીતુ ગામીતના 2 […]

પૂર્વ પ્રધાન કાંતિ ગામિતની મુશ્કેલીમાં વધારો, સોનગઢ કોર્ટે કાંતિ ગામિત અને પુત્ર જીતુ ગામિતના 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

Follow us on

પૌત્રીની સગાઇમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવો પૂર્વ આદિજાતિ પ્રધાન કાંતિ ગામીતને ભારે પડ્યો છે. ફરિયાદ નોંધાયા બાદ ધરપકડ અને હવે કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કરતા કાંતિ ગામીતની મુશ્કેલીઓ વધી છે. સમગ્ર ઘટનાક્રમમાં 19 આરોપીઓની ધરપકડ કર્યા બાદ આજે સોનગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સોનગઢ કોર્ટે કાંતિ ગામીત અને પૂત્ર જીતુ ગામીતના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. સાથે જ પીઆઇ ચૌધરી અને કોન્સ્ટેબલ નિલેશ ગામીત પણ 2 દિવસના રિમાન્ડ પર મોકલી દેવાયા છે. આમ કુલ 4 આરોપીઓના કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો અન્ય 15 આરોપીઓએ કોર્ટમાંથી જામીન મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

મહત્વપૂર્ણ છે કે મહામારી વચ્ચે 30 નવેમ્બરે કાંતિ ગામીતે પૌત્રીની સગાઇમાં હજારો લોકોને એકત્ર કરીને નિયમોનો ભંગ કર્યો હતો. જે અંગે ગુજરાત હાઇકોર્ટે ગુજરાત સરકારની આકરી ઝાટકણી કાઢીને વેધક સવાલો કર્યા હતા. અને હાઇકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકાર હરકતમાં આવીને કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે જોવાનું એ રહે છે કે 2 દિવસના રિમાન્ડ દરમિયાન સોનગઢ પોલીસની તપાસમાં વધુ કયા નવા ખુલાસા થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article