ત્યારે હવે વેપારીઓએ આ નેતાભક્તિ છોડીને દેશભક્તિ બતાવી સર્જિકલ સ્ટ્રાઈકની પ્રિન્ટવાળી સાડી તૈયાર કરી છે. આ સાડી તૈયાર કરનાર અન્નપૂર્ણા મિલના મનીષ અગ્રવાલનું કહેવું છે કે વેપાર કરવા કરતા પણ તેઓ દેશના શહીદો માટે કંઈ કરવા માંગતા હતા અને એટલા માટે જ તેઓએ આધુનિક ટેકનોલોજીથી આ ડિજિટલ પ્રિન્ટવાળી સાડી તૈયાર કરાવી છે કે જેમાં સર્જિકલ સ્ટ્રાઈક દર્શાવવામાં આવી છે. તેમાં બંદૂક લઈને ચાલતા સૈનિકો,હેલિકોપ્ટરથી થતા હુમલા અને પહાડો તેમજ નદીઓને દર્શાવવામાં આવ્યા છે..
સાડી તૈયાર કરનાર મિલ માલિક અને માસ્તરોનું કહેવું છે કે સુરત જ નહીં પણ ભારતભરમાંથી આ સાડીઓના ઓર્ડર તેમને મળી રહ્યા છે. તેઓ પોતાના શોરૂમ કે દુકાનોમાં ડિસપ્લે માટે આ સાડીઓ ઓર્ડર કરી રહ્યા છે. દેશ પર થયેલા સૌથી મોટા આતંકી હુમલામાં દરેક કોઈ પોતાની રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે ત્યારે આ વેપારીઓએ પણ સર્જિકલ સ્ટ્રાઈકની સાડી તૈયાર કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે..
[yop_poll id=1657]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 7:27 am, Thu, 21 February 19