સુનંદા પુષ્કર કેસમાં સુબ્રમણિયમ સ્વામીએ કોર્ટમાં કરેલી અરજી નામંજૂર કરાઈ, જાણો શું છે શશિ થરૂરની પત્નીના મોતનો કેસ

|

May 25, 2019 | 5:28 PM

સુનંદા પુષ્કર મોત કેસમાં ભાજપના નેતા સુબ્રમણિયમ સ્વામીએ દિલ્હીની કોર્ટમાં કરેલી અરજીને નામંજૂર કરી દીધી છે. સ્વામીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરના મોતના મામલે અરજીમાં કહ્યું કે તપાસમાં કથિત રીતે ગરબડ કરવાની વાતને વિજિલેન્સ રિપોર્ટના રેકોર્ડમાં લેવા માટે પોલીસને આદેશ આપવા અનુરોધ કર્યો હતો. આ પણ વાંચોઃ દિલ્હીમાં સંસદીય દળની બેઠકમાં નેતા […]

સુનંદા પુષ્કર કેસમાં સુબ્રમણિયમ સ્વામીએ કોર્ટમાં કરેલી અરજી નામંજૂર કરાઈ, જાણો શું છે શશિ થરૂરની પત્નીના મોતનો કેસ

Follow us on

સુનંદા પુષ્કર મોત કેસમાં ભાજપના નેતા સુબ્રમણિયમ સ્વામીએ દિલ્હીની કોર્ટમાં કરેલી અરજીને નામંજૂર કરી દીધી છે. સ્વામીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરના મોતના મામલે અરજીમાં કહ્યું કે તપાસમાં કથિત રીતે ગરબડ કરવાની વાતને વિજિલેન્સ રિપોર્ટના રેકોર્ડમાં લેવા માટે પોલીસને આદેશ આપવા અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચોઃ દિલ્હીમાં સંસદીય દળની બેઠકમાં નેતા તરીકે પંસદગી પામ્યા બાદ PM મોદીએ સાંસદોને આપી આ સલાહ

TV9 Gujarati

કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી
ભારતના આ 7 સ્ટેશન પરથી વિદેશ જાય છે ટ્રેન, જાણો નામ

સ્પેશિયલ જજ અરૂણ ભારદ્વાજે સ્વામીની અરજીને નામંજૂર કરતા કહ્યું કે તેનો આ મામલા સાથે કોઈ સંબંધ નથી. પૂર્વ કેન્દ્રીય પ્રધાન શશિ થરૂર પર ધારા 498એ અને 306 મુજબ આરોપ ઘડાયા છે.  કોર્ટે એવું પણ કહ્યું કે અરજીકર્તાનો ન તો આ કેસ સાથે કોઈ સંબંધ છે ન તો અદાલત આ મામલે આગળ તપાસમાં કોઈ આદેશ આપી શકે તેમ નથી. શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કર 17 જાન્યુઆરી 2014ની રાતે હોટલના એક રૂમમાંથી મૃતહાલતમાં મળ્યા હતા. જેને લઈ શશિ થરૂર પર આરોપ છે કે તેમણે સુનંદાને આપઘાત કરવા માટે મજબૂર કરી હતી અને માનસિક પીડા આપી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

મોતના એક દિવસ પહેલા સુનંદા પુષ્કર અને પાકિસ્તાની પત્રકાર મેહર તરાર વચ્ચે ટવીટ પર શાબ્દીક પ્રહારો થયા હતા. તે અગાઉ શશિ થરૂરના આ જ પાક. પત્રકાર સાથે સંબંધ હોવાનો આક્ષેપ લાગ્યો હતો.

Published On - 5:27 pm, Sat, 25 May 19

Next Article