Sidhu vs Amarinder: સોનિયા ગાંધીને મળવા દિલ્હી પહોંચ્યા સિદ્ધુ, પંજાબ કોંગ્રેસમાં નવા-જુનીના એંધાણ

પંજાબમાં કોગ્રેસ પક્ષ વચ્ચે ચાલી રહેલા આંતરિક વિખવાદની વચ્ચે નવજોત સિદ્ધુ આજે સોનિયા ગાંધીને મળવા દિલ્હી પહોંચ્યા છે. ત્યારે હાલ, પંજાબના કોંગ્રેસ પક્ષમાં નવા જુનીના એંધાણ વર્તાય રહ્યા છે.

Sidhu vs Amarinder: સોનિયા ગાંધીને મળવા દિલ્હી પહોંચ્યા સિદ્ધુ, પંજાબ કોંગ્રેસમાં નવા-જુનીના એંધાણ
Sidhu arrives in Delhi to meet Sonia Gandhi
| Edited By: | Updated on: Jul 16, 2021 | 12:15 PM

પંજાબમાં કોંગ્રેસ પક્ષમાં (Congress Party) ચાલી રહેલા વિખવાદના સમાધાનનાં એંધાણ જોવા મળી રહ્યા છે. સુત્રો અનુસાર, પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે પક્ષમાં ચાલી રહેલા આંતરિક વિખવાદને સમાપ્ત કરવા સિદ્ધુને પંજાબના પ્રદેશ અધ્યક્ષ (Punjab congress Chairman) બનાવવાનું સૂચન કર્યું છે. જેથી, કેપ્ટન અમરિંદર સિંહ (CM Amrindar Sinh) અને સિદ્ધુ બંનેની નારાજગી દૂર થઈ શકે.

નવજોતસિંહ સિદ્ધુ પહોંચ્યા દિલ્હી

પંજાબ રાજ્યમાં કોંગ્રેસની કમાન સંભાળવાના અહેવાલો વચ્ચે નવજોતસિંહ સિદ્ધુ ( Navjot Singh Sidhu) આજે દિલ્હી પહોંચ્યા છે. અહીં, તેઓ કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી (Sonia Gandhi) સાથે 12 વાગ્યાની આસપાસ તેમના નિવાસ સ્થાને મુલાકાત કરશે. સિદ્ધુની સાથે કોંગ્રેસ પક્ષના પંજાબના પ્રભારી હરીશ રાવત (Harish Rawat) પણ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે. ત્યારે, સિદ્ધુ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ બનવાની અટકળો વચ્ચે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું છે.

મળતા અહેવાલ મુજબ, પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે પાર્ટીમાં આંતરિક વિખવાદને ખતમ કરવા સિદ્ધુને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ (Congress Chairman) બનાવવાનું સૂચન કર્યું હતું. જેથી, કેપ્ટન અમરિંદર સિંહ અને સિદ્ધુ વચ્ચેની નારાજગી દૂર થઈ શકે.

CM કેપ્ટન અમરિંદર સિંહની નજીકના નેતા અને પંજાબ કોંગ્રેસના ઘણા યુવા નેતાઓ સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવવાના સૂચનથી ખુશ નથી. જેથી, સમાધાનને બદલે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સિદ્ધુની નિમણૂકને લઈને પાર્ટીમાં ધમાસાણ શરૂ થયું છે.

હરીશ રાવતે સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત

કોગ્રેસ પક્ષમાં ચાલી રહેલા ધમાસાણની વચ્ચે રાવતે ગુરુવારે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ (Congress Chairman) સોનિયા ગાંધી સાથે બેઠક યોજી હતી. અને આ બેઠકમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે, સિદ્ધુને પ્રમુખ બનાવવામાં આવશે એ પક્ષનું સુચન છે મારુ નહિ. આ બધાની વચ્ચે CM કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામાની અફવા પણ સામે આવી હતી.ત્યારે, આ અંગે તેમના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે આ અફવાને નકારી હતી.

હાલ, પંજાબમાં કોંગ્રેસ પક્ષમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ વચ્ચે વચગાળના કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને સિદ્ધુ વચ્ચેની બેઠકને લઈને કોંગ્રેસમાં નવા- જુનીનાં એંધાણ વર્તાય રહ્યા છે.

આ પણ વાંચો : Sidhu vs Amarinder: કોંગ્રેસમાં સમાધાનનાં એંધાણ, નવજોત સિદ્ધુ બાદ CM કેપ્ટન અમરિંદર સિંહે બોલાવી બેઠક

Published On - 12:11 pm, Fri, 16 July 21