MNS પ્રમુખ રાજ ઠાકરેનો દાવો…શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની ગઠબંધન સરકાર ચાલશે નહીં!

|

Dec 21, 2019 | 4:10 PM

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ પોતાના જ ભાઇ પર પ્રહાર કર્યા. રાજે ભવિષ્યવાણી કરી અને કહ્યું કે, મહાવિકાસ આઘાડીની સરકાર વધારે દિવસ નહીં ચાલે. CAAના વિરોધમાં જે પ્રમાણે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં હિંસા થઇ તેને લઇને પણ રાજ ઠાકરેએ પ્રહારો કર્યા. તેમણે કહ્યુ કે, હવે આઘાડી સરકારની મોટી પરીક્ષા છે. કારણ કે, હિંસા ભડકાવનારો સામે […]

MNS પ્રમુખ રાજ ઠાકરેનો દાવો...શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની ગઠબંધન સરકાર ચાલશે નહીં!

Follow us on

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ પોતાના જ ભાઇ પર પ્રહાર કર્યા. રાજે ભવિષ્યવાણી કરી અને કહ્યું કે, મહાવિકાસ આઘાડીની સરકાર વધારે દિવસ નહીં ચાલે. CAAના વિરોધમાં જે પ્રમાણે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં હિંસા થઇ તેને લઇને પણ રાજ ઠાકરેએ પ્રહારો કર્યા. તેમણે કહ્યુ કે, હવે આઘાડી સરકારની મોટી પરીક્ષા છે. કારણ કે, હિંસા ભડકાવનારો સામે કાર્યવાહી જરૂરી છે. એટલું જ નહિં તેમણે દાવો પણ કર્યો કે, આ જે સરકાર બની છે તે વધારે દિવસ નહીં ચાલે.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં આવતીકાલે મુખ્યપ્રધાનની હાજરીમાં કમલમ્ ખાતે CAA અને NRC મુદ્દે અગત્યની બેઠક

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

તો રાજે ઉદ્ધવ ઠાકરે પર આડકતરી રીતે પ્રહારો કરતા કહ્યું કે, મહારાષ્ટ્રમાં જે રાજકીય ઘટના બની તે મતદારોનું અપમાન છે. કારણ કે, કોણે કોને મત આપ્યા, અને સરકાર કોની સાથે બનાવી? આ વાત જનતા સમજી ગઇ છે. એટલું જ નહિં તેમણે પક્ષપલટું નેતાઓ પર પણ પ્રહારો કર્યા. તેમણે કહ્યુ કે, જેણે પણ પક્ષ પલટો કર્યો છે તેમને જનતાએ પાઠ ભણાવ્યો. અને આ જરૂરી પણ હતુ. કારણ કે, આ નેતાઓ મતદારોને મૂર્ખ સમજે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:02 pm, Sat, 21 December 19

Next Article