Sharad Pawar in Hospital: પેટમાં દુખાવાની ફરિયાદ બાદ શરદ પવારને હૉસ્પિટલમાં ખસેડાયા, 31 માર્ચે થશે સર્જરી

|

Mar 29, 2021 | 4:13 PM

Sharad Pawar in Hospital: એનસીપી ચીફ શરદ પવારને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે તપાસ બાદ તેમને રજા આપવામાં આવી હતી.

Sharad Pawar in Hospital: પેટમાં દુખાવાની ફરિયાદ બાદ શરદ પવારને હૉસ્પિટલમાં ખસેડાયા, 31 માર્ચે થશે સર્જરી
Sharad Pawar

Follow us on

Sharad Pawar in Hospital: એનસીપી ચીફ શરદ પવારને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે તપાસ બાદ તેમને રજા આપવામાં આવી હતી. એનસીપી નેતા નવાબ મલિકે ટ્વીટ કરીને શરદ પવારની તબિયત ખરાબ થવાની જાણકારી આપી છે. શરદ પવારને 31 માર્ચે ફરી એડમિટ કરવામાં આવશે અને એક સર્જરી પણ કરવામાં આવશે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

નવાબ મલિકે ટ્વીટ કર્યુ કે એનસીપી ચીફ શરદ પવારની રવિવારે સાંજે તબિયત બગડી હતી. ત્યારબાદ તેમને ચેક-અપ માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હેલ્થ ચેક-અપ બાદ ખબર પડી કે તેમને ગાલ બ્લેડરમાં કંઈક તકલીફ છે. તેઓ પહેલેથી જ બ્લડ થીનર દવાઓ લઈ રહ્યા છે, જો કે આ સામે આવતા તેમણે બંધ કરી દીધું છે. આગામી 31 માર્ચના દિવસે તેમની એન્ડોસ્કોપી સર્જરી કરવામાં આવી હતી. શરદ પવારનો સાર્વજનિક કાર્યક્રમ આગામી સૂચના સુધી સ્થગિત છે. આપને જણાવી દઈએ કે હાર્ટની બિમારીવાળા લોકોને જિંદગીભર બ્લડ થીનર દવાઓનો ઉપયોગ કરવો પડે છે.

 

કેન્સરની જંગ જીત્યા છે

મહત્વપૂર્ણ છે કે એગ્રીકલ્ચર મિનિસ્ટર શરદ પવારે કેન્સર વિરુદ્ધ જંગ જીતી છે. વર્ષ 2004 લોકસભા ચૂંટણી દરમ્યાન તેમને કેન્સર હોવાની જાણ થઈ હતી. તેઓ ઈલાજ માટે અમેરિકા ગયા હતા. જો કે ભારતના જ કેટલાક ડૉક્ટરો પાસેથી ઈલાજ કરાવવાની સલાહ આપીને તેમને પાછા મોકલી દીધા હતા. કેન્દ્રીય મંત્રી રહ્યા તે દરમ્યાન 36 વાર રેડિએશન ટ્રીટમેન્ટ લીધી હતી.

 

જાણકારી પ્રમાણે સવારે 9થી2 વાગ્યા સુધી શરદ મંત્રાલયમાં રહેતા હતા અને 2.30 વાગ્યે એપોલો હોસ્પિટલમાં કીમોથેરેપી લેતા હતા. એક સમયે ડૉક્ટરે હાર માની લીધી હતી અને કહ્યું હતુ કે તેમની પાસે માત્ર 6 મહીનાનો સમય વધ્યો છે. શરદ પવાર લોકોને તમાકુ ન ખાવાની સલાહ પણ આપે છે કારણ કે તેનાથી સૌથી વધારે કેન્સર થવાની આશંકા છે.

 

આ પણ વાંચો: West Bengal Assembly Election 2021: નંદીગ્રામ જીતવા મમતા બેનર્જીનો હોળીના દિવસે વ્હીલચેર પર રોડ શો

Next Article