Ahmedabad: મોંઘવારી મુદ્દે કોંગ્રેસે યોજી સાયકલ યાત્રા, કોરોનાના નિયમનો સરેઆમ ભંગ

|

Jul 20, 2021 | 4:33 PM

મોંઘવારીથી સામાન્ય જનતા ત્રાહિમામ છે ત્યારે રાજ્યવ્યાપી વિરોધ બાદ કોંગ્રેસે આજે અમદાવાદમાંં  સાયકલ યાત્રા કાઢીને મોંઘાવારી મુદે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની (Amit Chavda)આગેવાનીમાં  કોંગ્રેસના પ્રદેશ કાર્યાલાયથી સરદાર બાગ સુધી રેલી કાઢવામાં આવી હતી. મોટી સંખ્યામાં  કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ જોડાયા હતા. વધતા જતા પેટ્રોલ,ડિઝલ અને દુધના ભાવવધારાને લઈને કોગ્રેસે આક્રોશ ઠાલવ્યો […]

મોંઘવારીથી સામાન્ય જનતા ત્રાહિમામ છે ત્યારે રાજ્યવ્યાપી વિરોધ બાદ કોંગ્રેસે આજે અમદાવાદમાંં  સાયકલ યાત્રા કાઢીને મોંઘાવારી મુદે વિરોધ નોંધાવ્યો હતો.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની (Amit Chavda)આગેવાનીમાં  કોંગ્રેસના પ્રદેશ કાર્યાલાયથી સરદાર બાગ સુધી રેલી કાઢવામાં આવી હતી. મોટી સંખ્યામાં  કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ જોડાયા હતા. વધતા જતા પેટ્રોલ,ડિઝલ અને દુધના ભાવવધારાને લઈને કોગ્રેસે આક્રોશ ઠાલવ્યો હતો. અમિત ચાવડાએ કહ્યું હતું કે,”એક તરફ લોકો મોંઘવારીથી ત્રાહિમામ છે અને તેવા સમયે સરકાર લોકો પાસેથી લુંટ મચાવી રહી છે.”

પરેશ ધાનાણીએ(Paresh Dhanani) જણાવ્યું હતું કે, “મોંઘવારી મુદેનું આ આંદોલનએ કોગ્રેસનું આંદોલન નથી,પરંતુ આ આંદોલન જનતાનાં આંદોલનમાં પરિવર્તિત થઈ ગયું છે.”આ સાયકલ યાત્રામાં નેતાઓ કોરોના નિયમોને નેવે મુકીને ભીડ કરતા જોવા મળ્યા હતા. આ ભીડમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો(Social Distance) સંપૂર્ણ અભાવ જોવા મળ્યો હતો.

મહત્વપૂ્ર્ણ છે કે,એક તરફ નિષ્ણાંતો દ્વારા કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.જ્યારે બીજી તરફ નેતાઓ કોવિડ ગાઈડલાઈનનો (Covid Guideline)સરેઆમ ભંગ કરીને કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

 

આ પણ વાંચો: GUJARAT : કોરોનાની બીજી લહેરમાં 91 ટકા કેસો ડેલ્ટા વેરીએન્ટના હતા, કેન્દ્રના રીપોર્ટમાં થયો ખુલાસો

આ પણ વાંચો: VADODARA : ગાંધીનગર FSL ખાતે વડોદરા ગ્રામ્યના PIઅજય દેસાઈનો આજે નાર્કો ટેસ્ટ થશે

 

Published On - 3:51 pm, Tue, 20 July 21

Next Video