VADODARA : ગાંધીનગર FSL ખાતે વડોદરા ગ્રામ્યના PIઅજય દેસાઈનો આજે નાર્કો ટેસ્ટ થશે

સ્વીટી પટેલ ગુમ થવાના કેસમાં છેલ્લા એક મહિનાથી વડોદરા ગ્રામ્ય પોલીસ (Vadodara Rural Police) તપાસ કરી રહી છે. આમ છતાં આ કેસમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ ન થઇ હોવાથી રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ કેસની તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ પાસથી આંચકી લેવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 12:04 PM

VADODARA : વડોદરા ગ્રામ્યના PI અજય દેસાઈ (PI Ajay Desai) ની પતિની સ્વીટી પટેલ (Sweety Patel) ગુમ થવાના કેસમાં ગાંધીનગર (Gandhinagar) FSL ખાતે આજે અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ થવાનો છે. ઉલ્લેખનીય છે કે આ નાર્કો ટેસ્ટ ગુજરાત ATS અને અમદાવાદ સીટી ક્રાઈમ બ્રાંચના હાથમાં કેસ આવ્યા પછી થઇ રહ્યો છે. સ્વીટી પટેલ ગુમ થવાના કેસમાં છેલ્લા એક મહિનાથી વડોદરા ગ્રામ્ય પોલીસ (Vadodara Rural Police) તપાસ કરી રહી છે. આમ છતાં આ કેસમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ ન થઇ હોવાથી રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ કેસની તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ પાસથી આંચકી લેવામાં આવી હતી. અને આ કેસની તપાસ ગુજરાત ATS (Gujarat ATS) અને અમદાવાદ સીટી ક્રાઈમ બ્રાંચ (Ahmedabad City Crime Branch) ને સોંપવાની જાહેરાત રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ વડોદરા પોલીસના એક કાર્યક્રમમાં જ કરી હતી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">