સલમાનખાનને આ રાજકીય પાર્ટી તરફથી ચૂંટણી લડવાની ઑફર, ખબરે મચાવ્યો હંગામો

|

Jan 24, 2019 | 7:36 AM

કરીના કપૂર ક્રોંગ્રેસ પાર્ટી તરફથી ભોપાલથી ચૂંટણી  લડવાની છે તેવા સમાચાર બે દિવસ પહેલાજ સોશ્યિલ મીડિયા પર ફરતા થયા હતા. પણ આ ખબર તદ્દન ખોટી હતી. આ વાતને ખુદ કરીના કપૂરે પણ નકારી કાઢી અને કહ્યું કે અત્યારે કોઈ પાર્ટી માટે પ્રચાર કામ કરવાની નથી. તે માત્ર તેના કરીયર પર ધ્યાન આપી રહી છે. ત્યારે […]

સલમાનખાનને આ રાજકીય પાર્ટી તરફથી ચૂંટણી લડવાની ઑફર, ખબરે મચાવ્યો હંગામો

Follow us on

કરીના કપૂર ક્રોંગ્રેસ પાર્ટી તરફથી ભોપાલથી ચૂંટણી  લડવાની છે તેવા સમાચાર બે દિવસ પહેલાજ સોશ્યિલ મીડિયા પર ફરતા થયા હતા. પણ આ ખબર તદ્દન ખોટી હતી. આ વાતને ખુદ કરીના કપૂરે પણ નકારી કાઢી અને કહ્યું કે અત્યારે કોઈ પાર્ટી માટે પ્રચાર કામ કરવાની નથી. તે માત્ર તેના કરીયર પર ધ્યાન આપી રહી છે.

ત્યારે હવે અન્ય એક બૉલિવૂડ સ્ટારના રાજકારણમાં પ્રવેશને લઈને ખબરો આવી રહી છે. અને આ વખતે વાત છે બૉલિવૂડના સુલતાન સલમાનખાનની.

મળતી માહિતી મુજબ હાલમાં ઈન્દોરના ઘણાં કાર્યકર્તાઓ સલમાન ખાન આગામી લોકસભા ચૂંટણી ઈન્દોરથી લડે તેવી માંગણી કરી રહ્યાં છે. એ વાત સાચી છે કે ખોટી તે અંગે હજી કોઈ પુષ્ટિ નથી કરાઈ પરંતુ જો બૉલિવૂડના સુપરસ્ટાર સલમાનખાનનું નામ કોંગ્રેસ સાથે જોડાઈ જાય તો આ મામલો હિટ થવાના ચાન્સીસ વધી જાય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

TV9 Gujarati

 

ક્રોંગ્રેસના પ્રદેશ સચિવ રાકેશ યાદવે સલમાન ખાન ચૂંટણી પ્રચારમાં જોડાય તેવી માગ કરી છે. સલમાન આ પહેલા પણ ક્રોંગ્રેસ પાર્ટી માટે પ્રચાર કરતા નજરે પડયો છે. તો આ પહેલા પણ ક્રોંગ્રેસ કાઉન્સિલર યોગેન્દ્રસિંહ ચૌહાણ ઉર્ફે ગુડ્ડુ ચૌહાણે રાહુલ ગાંધીને પત્ર લખી આ વાત પહોંચાડી હતી કે સલમાનખાનને ઉમેદવાર બનાવવા જોઈએ, તેનાથી પાર્ટીને સારો ફાયદો થઈ શકે છે. આ સમાચારને લઈને મીડિયામાં ઘણી ધમાલ ચાલી રહી છે. પણ હાલ સુધી સલમાનખાન તરફથી કોઈ ટિપ્પણી નથી કરવામાં આવી.

 

[yop_poll id=771]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article