રાજકોટમાં ટુંક સમયમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે એઇમ્સનું ખાતમુહૂર્ત : નીતિન પટેલ

|

Dec 14, 2020 | 4:25 PM

રાજયના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આજે પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેમણે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. પત્રકારોને સંબોધતા તેમણે રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટુંક જ સમયમાં ખાતમુહૂર્ત કરશે તેમ જણાવ્યું. સાથે જ તેમણે ઉમેર્યું કે એઇમ્સ માટે રાજય સરકારે પૂરેપૂરી જમીન ફાળવી દીધી છે. આ ઉપરાંત, નાયબ મુખ્યપ્રધાને મોરબીમાં નવી મેડિકલ કોલેજ […]

રાજકોટમાં ટુંક સમયમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે એઇમ્સનું ખાતમુહૂર્ત : નીતિન પટેલ

Follow us on

રાજયના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આજે પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેમણે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. પત્રકારોને સંબોધતા તેમણે રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટુંક જ સમયમાં ખાતમુહૂર્ત કરશે તેમ જણાવ્યું. સાથે જ તેમણે ઉમેર્યું કે એઇમ્સ માટે રાજય સરકારે પૂરેપૂરી જમીન ફાળવી દીધી છે.

આ ઉપરાંત, નાયબ મુખ્યપ્રધાને મોરબીમાં નવી મેડિકલ કોલેજ મળવાની પણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે આ મેડિકલ કોલેજ 100 બેઠકોની હશે. જેને સરકારે મંજૂરી આપી દીધી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

સાથે જ આજે રાજયમાં ઇન્ટર્ન તબીબોની હડતાળ મુદ્દે પણ નીતિન પટેલે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે તબીબોની હડતાળ ગેરવાજબી છે. કારણ કે ઇન્ટર્નશીપ કર્યા વિના કોઇ મેડિકલ વિદ્યાર્થી તબીબ બની શકતો નથી. અગાઉ મેડિકલના વિદ્યાર્થીઓને સરકારે હૈયાધારણા આપી હતી છતાં તબીબોએ હડતાળ પાડી તે યોગ્ય નથી.

 

આ સાથે નીતિન પટેલે કોવેક્સિન મામલે કહ્યું કે હજુ કોવેક્સિનની આડઅસર થઇ હોય તેવો કિસ્સો સામે આવ્યો નથી. અને, અમદાવાદમાં હજુ 84 ટકા પથારી કોવિડ હોસ્પિટલમાં ખાલી હોવાનું પણ કહ્યું.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 4:18 pm, Mon, 14 December 20

Next Article