Rajkot District and Taluka Panchayat Election 2021 Results: રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય

|

Mar 02, 2021 | 5:05 PM

Rajkot District and Taluka Panchayat Election 2021: રાજકોટ જિલ્લા પંચાયત અને રાજકોટ તાલુકા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. રાજકોટ જિલ્લા પંચાયતની વાત કરીએ તો કુલ 36 બેઠકમાંથી 25 બેઠક ભાજપે જીતી છે, જ્યારે 11 બેઠક કોંગ્રેસને મળી છે.

Rajkot District and Taluka Panchayat Election 2021: રાજકોટ જિલ્લા પંચાયત અને રાજકોટ તાલુકા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. રાજકોટ જિલ્લા પંચાયતની વાત કરીએ તો કુલ 36 બેઠકમાંથી 25 બેઠક ભાજપે જીતી છે, જ્યારે 11 બેઠક કોંગ્રેસને મળી છે. રાજકોટ તાલુકા પંચાયતમાં પણ ભાજપે જીત મેળવી છે. રાજકોટ તાલુકા પંચાયતની 22 બેઠકમાંથી 13 ભાજપને, 7 કોંગ્રેસને અને 2 બેઠકો અપક્ષને મળી છે.  રાજકોટ જિલ્લા પંચાયત ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી છે. વર્ષ 2015માં રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની ભવ્ય જીત થઈ હતી અને ભાજપને માત્ર 2 જ બેઠકો મળી હતી. પરંતુ આ વર્ષની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થતાં રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ જિલ્લા પંચાયત અને રાજકોટ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યું છે.

  

 

આ પણ વાંચો: Gujarat Elections 2021 Results : બોટાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રમેશ મેરના પત્નીની હાર

Next Video