રાહુલ ગાંધીનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ, કોંગ્રસે કહ્યું ‘મોકલવામાં આવ્યો જવાબ’

|

Aug 07, 2021 | 10:25 PM

રાહુલ ગાંધીએ 6 ઓગસ્ટે ટ્વીટ કર્યુ હતું. ટ્વીટર એકાઉન્ટ ટેમ્પરરી સસ્પેન્ડ થયા બાદ તે ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ થઈ ગયા છે. ટ્વીટરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના તે ટ્વીટને હટાવી દીધું હતું.

સમાચાર સાંભળો
રાહુલ ગાંધીનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ, કોંગ્રસે કહ્યું મોકલવામાં આવ્યો જવાબ
Rahul Gandhi

Follow us on

ટ્વીટરે (Twitter) કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)ના એકાઉન્ટને ટેમ્પરરી સસ્પેન્ડ કરી દીધું છે. ત્યારબાદ રાહુલ ગાંધીની ઓફિસે ટ્વીટરને જવાબ મોકલ્યો છે. દિલ્હી કેન્ટ કેસમાં પીડિત પરિવારની તસવીર ટ્વીટ કર્યા બાદ ટ્વીટરે રાહુલ ગાંધી પાસેથી સ્પષ્ટતા માંગી છે.

 

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

રાહુલ ગાંધીએ 6 ઓગસ્ટે ટ્વીટ કર્યુ હતું. ટ્વીટર એકાઉન્ટ ટેમ્પરરી સસ્પેન્ડ થયા બાદ તે ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ થઈ ગયા છે. ટ્વીટરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના તે ટ્વીટને હટાવી દીધું હતું. જેમાં તેમને દિલ્હીમાં રેપ અને હત્યા મામલેની પીડિતાના માતા-પિતા સાથે મુલાકાતનો ફોટો શેયર કર્યો હતો.

 

 

કોંગ્રેસે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યુ કે રાહુલ ગાંધીનું એકાઉન્ટ અસ્થાઈ રૂપથી સસ્પેન્ડ થયું છે અને તેને ચાલુ કરવા માટે જરૂરી પ્રક્રિયા ચાલી રહી છે. તેમને કહ્યું કે એકાઉન્ટ શરૂ થાય ત્યાં સુધી તે સોશિયલ મીડિયાના બીજા પ્લેટફોર્મ દ્વારા લોકો સાથે જોડાયેલા રહેશે અને લોકો માટે પોતાનો અવાજ ઉઠાવતા રહેશે અને તેમની લડાઈ લડતા રહેશે. જય હિન્દ. સૂત્રોનું કહેવું છે કે દિલ્હીમાં કથિત બળાત્કાર અને હત્યા કેસમાં ભોગ બનેલી નવ વર્ષની પીડિતાના માતા-પિતાની મુલાકાતની તસવીર ટ્વીટર પર શેર કરવા બદલ રાહુલ ગાંધીનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

 

દિલ્હીના એક વકીલ વિનીત જિંદલે દિલ્હી પોલીસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની વિરૂદ્ધ નાંગલ રેપ પીડિતાની ઓળખનો કથિત રીતે ખુલાસો કરવાની ફરિયાદ દાખલ કરાવી હતી. વિનીત જિંદલે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે કોંગ્રેસ સાંસદે પોતાના ટ્વીટર હેન્ડલથી પીડિતાના માતા-પિતાની સાથે પોતાનો એક ફોટો શેયર કર્યુ, જેમાં સગીર પીડિતાની ઓળખનો ખુલાસો થયો.

 

કડક કાર્યવાહી કરવાની અપીલ

ફરિયાદીએ દિલ્હી પોલીસ પાસે રાહુલ ગાંધીની વિરૂદ્ધ સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરવા અને કડક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. ફરિયાદમાં આગળ કહેવામાં આવ્યું કે રાહુલ ગાંધીએ જે કર્યુ છે, તે પોક્સો અધિનિયમની કલમ 23, કિશોર ન્યાય અધિનિયમ, IPCની 228Aની કલમ 23 હેઠળ એક ગુન્હો છે.

 

ટ્વીટરે માંગી સ્પષ્ટતા

આ મામલે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)એ ટ્વીટર ઈન્ડિયાને નોટિસ મોકલી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ટ્વીટર હેન્ડલની વિરૂદ્ધ કથિત રીતે પોક્સોનું ઉલ્લંઘન કરવા માટે કાર્યવાહી કરવા માટે કહ્યું હતું. ત્યારબાદ ટ્વીટર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના એકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધું છે અને આ મામલે સ્પષ્ટતા આપવા માટે કહ્યું છે.

 

આ પણ વાંચો: Pakistanમાં પત્રકારો પણ નથી સુરક્ષિત! સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે #PressFreedom

Published On - 10:24 pm, Sat, 7 August 21

Next Article