Punjab: CM અમરિંદર સિંહ આજે સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત, કેબિનેટમાં ફેરબદલ અંગે ચર્ચા થવાની સંભાવના

પંજાબના CM કેપ્ટન અમરિંદર સિંહ અને સોનિયા ગાંધી વચ્ચેની આ બેઠક એવા સમયે થઈ રહી છે, જ્યારે પંજાબ કોંગ્રેસના વડા નવજોત સિંહ સિદ્ધુ અને તેમના નજીકના સહયોગીઓ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amrindar Sinh) પર પાર્ટીના 18-પોઇન્ટના એજન્ડાને લાગુ કરવા માટે દબાણ કરી રહ્યા છે.

Punjab: CM અમરિંદર સિંહ આજે સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત, કેબિનેટમાં ફેરબદલ અંગે ચર્ચા થવાની સંભાવના
Punjab Cm Amarinder singh to meet Sonia Gandhi
| Edited By: | Updated on: Aug 10, 2021 | 9:54 AM

Punjab:  પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ આજે દિલ્હીમાં કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી (SoniaGandhi) સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં કેબિનેટમાં ફેરબદલ કરવા અંગે ચર્ચા થાય તેવી સંભાવના છે.

પંજાબના CM કેપ્ટન અમરિંદર સિંહ અને સોનિયા ગાંધી વચ્ચેની આ બેઠક એવા સમયે થઈ રહી છે, જ્યારે પંજાબ કોંગ્રેસના વડા નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Siddhu) અને તેમના નજીકના સહયોગીઓ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amarinder Singh) પર પાર્ટીના 18-પોઇન્ટના એજન્ડાને લાગુ કરવા માટે દબાણ કરી રહ્યા છે. ઉપરાંત પંજાબ સરકારના મંત્રીમંડળમાં ફેરબદલ અંગે પણ ચર્ચાઓએ વેગ પકડ્યો છે.ત્યારે આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે કેપ્ટન અમરિંદર સિંહ સોનિયા ગાંધીને મળીને આ મુદ્દે ચર્ચા કરશે.

સિદ્ધુને પંજાબ કોંગ્રેસના વડા બનાવ્યા બાદ આ પ્રથમ મુલાકાત હશે

સિદ્ધુને પંજાબ કોંગ્રેસના વડા બનાવ્યા બાદ CM કેપ્ટન અમરિંદર સિંહ અને સોનિયા ગાંધી વચ્ચેની આ પ્રથમ મુલાકાત હશે. કેપ્ટન અમરિંદર સિંહ ચૂંટણી પહેલા સરકારના બાકીના કાર્યકાળના 6 મહિના માટે કેબિનેટમાં ફેરબદલ(Cabinet)  કરવા માંગે છે.સુત્રોનું માનીએ તો, મુખ્યપ્રધાન (Chief Minister) કેપ્ટન અમરિંદર સિંહ કેબિનેટમાં ફેરફાર અંગે સોનિયા ગાંધી પાસેથી અંતિમ મહોર મેળવવા માટે આ બેઠક યોજવામાં આવી છે.

આપને જણાવવું રહ્યું કે, આ પહેલા પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે તેમના મંત્રીમંડળમાં ફેરબદલ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.ઉપરાંત રાજ્ય સરકારે કોંગ્રેસના (Congress) નેતૃત્વ દ્વારા આપવામાં આવેલા 18-પોઇન્ટ એજન્ડામાંથી ઘણા એજન્ડાને અમલમાં પણ મૂકી દીધા છે. ત્યારે કેપ્ટને દાવો કર્યો હતો કે કોંગ્રેસ સરકારે ચૂંટણી (Election) દરમિયાન કરવામાં આવેલા 93 વચનોને પુરા કર્યા છે.

 

આ પણ વાંચો: Delhi: જંતર મંતર પર ભડકાઉ નારેબાજી મામલે BJP નેતા અશ્વિની ઉપાધ્યાયને પોલીસનું તેડુ

આ પણ વાંચો: Uttar Pradesh: CM યોગી આદિત્યનાથે પૂરગ્રસ્ત વિસ્તારોનું કર્યુ હવાઈ નિરિક્ષણ, રેશન કીટ વિતરણ સાથે પરિવારોને મદદનું વચન