અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બનશે ગુજરાતનાં મહેમાન, CM વિજય રૂપાણીએ દિલ્હીમાં કરી જાહેરાત

|

Jan 29, 2020 | 4:39 PM

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતનાં મહેમાન બનશે. CM વિજય રૂપાણીએ દિલ્હીમાં જાહેરાત કરી છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવવાના છે અને તેમાં પણ ગુજરાતના અમદાવાદ આવવાના છે. તે વાત તો ઘણા લાંબા સમયથી વહેતી હતી. અને દિલ્હી ચૂંટણીનાં પ્રચાર માટે ગયેલા ગુજરાતના મુખ્યપ્રધાને આ વાતનો આડકતરો સંકેત પણ આપી દીધો છે. આ પણ વાંચોઃ […]

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બનશે ગુજરાતનાં મહેમાન, CM વિજય રૂપાણીએ દિલ્હીમાં કરી જાહેરાત

Follow us on

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતનાં મહેમાન બનશે. CM વિજય રૂપાણીએ દિલ્હીમાં જાહેરાત કરી છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવવાના છે અને તેમાં પણ ગુજરાતના અમદાવાદ આવવાના છે. તે વાત તો ઘણા લાંબા સમયથી વહેતી હતી. અને દિલ્હી ચૂંટણીનાં પ્રચાર માટે ગયેલા ગુજરાતના મુખ્યપ્રધાને આ વાતનો આડકતરો સંકેત પણ આપી દીધો છે.

આ પણ વાંચોઃ કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં ફફડાટ, જાણો આ વાયરસના લક્ષણ અને બચવાના ઉપાય

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત જણાવ્યું હતું કે, અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતનાં મહેમાન બનશે. આ ઉપરાંત જે પ્રકારે વડાપ્રધાન મોદી માટે અમેરિકામાં હાઉડી મોદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તે જ પ્રકારે ‘કેમ છો ટ્રમ્પ’નું આયોજન કરવામાં આવશે. સમગ્ર ગુજરાત તેમનું ઉમળકા ભેર સ્વાગત કરશે અને તે માટેની તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ કાર્યક્રમ અમદાવાદના જબરજસ્ત વિશાળ એવા મોટેરા સ્ટેડિયમમાં યોજાશે. જેને લઈને અમદાવાદમાં સાબરમતી-ચાંદખેડા હાઈવે અને સ્ટેડિયમને જોડતા ૧૦ રસ્તાઓના નવીનીકરણ માટે રવિવારથી રાત- દિવસ કામ શરૂ થયું છે. જે મોટેરાના નવા સ્ટેડિયમના ઉદ્ઘાટન માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરીમાં 24થી 27 સુધી ભારત આવે તેવી શક્યતા છે. ટ્રમ્પની મુલાકાત અંગે સરકાર દ્વારા ભલે કોઈ ફોડ ન પાડે પણ આ રસ્તાઓના રિસરફેસિંગ માટે સત્તાવારપણે રૂ.23 કરોડનો ખર્ચ થઈ રહ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 4:22 pm, Wed, 29 January 20

Next Article