મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ‘રાજ’: ઉદ્ધવ જે શિવાજી પાર્કમાં શપથ લેશે તેનો શું છે ઠાકરે પરિવાર અને શિવસેના સાથે સંબંધ

|

Nov 29, 2019 | 10:36 AM

મુંબઈના શિવાજી પાર્કની સાથે શિવસેનાનો સૌથી જૂનો અને મહત્વનો સંબંધ છે. શિવસેનાની સ્થાપના અને વિપક્ષી પાર્ટીઓ વિરુદ્ધ પ્રચંડ પ્રહાર કરવાનું કામ બાલાસાહેબ ઠાકરે દ્વારા આ જ શિવાજી પાર્કમાંથી કરી હતી. આજ કારણે બાલાસાહેબ ઠાકરેના દિકરા આજે શિવાજી પાર્ક ખાતે મુખ્યપ્રધાનના શપથ લેશે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ઠાકરે પરિવારની પૂરી કમાન રહી છે. પરંતુ પ્રથમ વખત ઠાકરે પરિવારનો […]

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ રાજ: ઉદ્ધવ જે શિવાજી પાર્કમાં શપથ લેશે તેનો શું છે ઠાકરે પરિવાર અને શિવસેના સાથે સંબંધ

Follow us on

મુંબઈના શિવાજી પાર્કની સાથે શિવસેનાનો સૌથી જૂનો અને મહત્વનો સંબંધ છે. શિવસેનાની સ્થાપના અને વિપક્ષી પાર્ટીઓ વિરુદ્ધ પ્રચંડ પ્રહાર કરવાનું કામ બાલાસાહેબ ઠાકરે દ્વારા આ જ શિવાજી પાર્કમાંથી કરી હતી. આજ કારણે બાલાસાહેબ ઠાકરેના દિકરા આજે શિવાજી પાર્ક ખાતે મુખ્યપ્રધાનના શપથ લેશે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ઠાકરે પરિવારની પૂરી કમાન રહી છે. પરંતુ પ્રથમ વખત ઠાકરે પરિવારનો એક દિકરો ધારાસભ્ય બન્યો છે અને એક વારસદાર મુખ્યપ્રધાન બન્યા છે. અને આ તમામ ઐતિહાસીક ઘટનાનું સાક્ષી છે શિવાજી પાર્ક.

આ પણ વાંચોઃ  ડેન્ગ્યુ ના હોવા છતાં આ લેબોરેટરીમાં ખોટા રિપોર્ટ કરાતાં હતા તૈયાર, જુઓ VIDEO

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

શપથ ગ્રહણ સમારોહમાં ઉદ્ધવ ઠાકરે તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે, આ અંગે હજુ પણ સસ્પેન્સ છે. તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને આમંત્રણ આપવા માટે ખુદ આદિત્ય ઠાકરે પહોંચ્યા હતા. જો કે, સોનિયા ગાંધી પણ આવશે કે, નહીં. આ મામલે પણ સસ્પેન્સ છે. આ સાથે કોંગ્રેસ શાસીત પ્રદેશના મુખ્યપ્રધાનો, DMK પ્રમુખ એમ.કે સ્ટાલિન, અખીલેશ યાદવ સહિતના દેશભરના નેતાઓને આમંત્રણ મોકવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હજારો લોકોને શપથવિધિમાં આમંત્રિત કરાયા છે.. શિવાજી પાર્કમાં 70 હજારથી વધુ ખુરશીઓ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત 6000 ચોરસ ફૂટનું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે.. જેના પર 100 ખુરશીઓ લગાવવામાં આવશે.. તો વ્યવસ્થાના ભાગરૂપે પાર્કની બહાર 20 એલઈડી લગાવવામાં આવી છે.. જેથી આમંત્રિત મહેમાનો સિવાયના લોકો બહારથી જ કાર્યક્રમ જોઈ શકે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Published On - 9:54 am, Thu, 28 November 19

Next Article