સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તૈયારીઓ, અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસની બેઠક

|

Dec 26, 2020 | 7:09 PM

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે અમદાવાદમાં કૉંગ્રેસના કાર્યાલય ખાતે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. આજે કૉંગ્રેસ કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક મળી છે. જેમાં પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ હાજર રહ્યા છે. બેઠકમાં ચૂંટણી દરમિયાન કયા લોકો સમક્ષ કયા મુદ્દાને આધારે વોટ માગવા જવું? […]

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તૈયારીઓ, અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસની બેઠક

Follow us on

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે અમદાવાદમાં કૉંગ્રેસના કાર્યાલય ખાતે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. આજે કૉંગ્રેસ કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક મળી છે. જેમાં પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ હાજર રહ્યા છે. બેઠકમાં ચૂંટણી દરમિયાન કયા લોકો સમક્ષ કયા મુદ્દાને આધારે વોટ માગવા જવું? તેના પર ચર્ચા કરાઈ છે. 2015ના સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી પરિણામોનું પુનરાવર્તન ન થાય તે માટે પણ કવાયત હાથ ધરાઈ છે. ગ્રામ્ય વિસ્તારનો જનાધાર જાળવી રાખવાનો નિર્ધાર કરાયો છે. રાજીવ સાતવે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં પ્રદર્શન સુધારવાની સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે 2015માં કૉંગ્રેસે 31માંથી 23 જિલ્લા પંચાયતો જીતી હતી. જ્યારે 231માંથી 146 તાલુકા પંચાયતોમાં જીત મેળવી હતી અને 51 નગરપાલિકાઓમાંથી ફક્ત 14 નગરપાલિકામાં જ સફળતા મળી હતી.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

Next Article