નાગરિકતા સુધારા બિલ સંસદના બંને ગૃહોમાં પાસ થયા બાદ પૂર્વોત્તરના રાજ્યોમાં હિંસા ફાટી નીકળી છે. ત્યારે પીએમ મોદીએ ઝારખંડના દુમકામાં ચૂંટણી રેલીને સંબોધતા આ હિંસા પાછળ કોંગ્રેસનો હાથ હોવાનું જણાવ્યું. મોદીએ કહ્યું કે અમે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના જે લઘુમતીઓ પર અત્યાચાર થતા હતા તેમને સન્માન આપ્યું, જે કોંગ્રેસને ન પચ્યું. અને તેથી કૉંગ્રેસ અને તેના સાથી પક્ષોએ પૂર્વોત્તરના રાજ્યોમાં આગ લગાડી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચોઃ પૈસા વગર પણ બુક કરો ટ્રેનની ટિકિટ, IRCTCએ આપી આ મોટી ભેટ
ઝારખંડના ચૂંટણીમાં PM મોદીએ કહ્યું કે, કોંગ્રેસ ભાજપને વિરોધ કરતા-કરતા તમામ હદ પાર કરી દે છે. PM મોદીએ એ વાત પણ કહી કે, કોંગ્રેસની વાત ચાલતી નથી જેના કારણે આગ લગાવવાનું કામ કરે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો