મળતી માહિતી મુજબ PM NARENDRA MODI નામની આ ફિલ્મમાં બોમન ઈરાની બિઝનેસ ટાયકૂન રતન તાતાનો રોલ કરવાના છે. બૉલીવુડમાં પોતાની એક્ટિંગમાં જુદી જ ઓળખ બનાવી ચુકેલા બોમન ઈરાની પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મમાં રતન તાતાના રોલને લઈને અત્યંત ઉત્સાહિત છે. બોમન ઈરાની પ્રાયઃ એવું માનતા આવ્યા છે કે તેઓ રતન તાતા જેવા દેખાય છે અને તેમને જ્યારે પણ આવી કોઈ તક મળશે, તો તેઓ રતન તાતાનો રોલ ફિલ્મી પડદે ભજવશે.
રસપ્રદ વાત એ છે કે બોમન ઈરાની આ ફિલ્મમાં હૂબહૂ રતન તાતા જેવા જ દેખાઈ રહ્યા છે. ફિલ્મમાં મોદીના માતા, પત્ની, વિલન જેવા કલાકારોની પસંદગી થઈ ચુકી છે, ત્યારે ફિલ્મના નિર્માતા સંદીપ સિંહે કહ્યું કે બોમન ઈરાની રતન તાતાનો રોલ કરવા જઈ રહ્યા છે.
Boman Irani to play a well-known industrialist in the biopic #PMNarendraModi… Stars Vivek Anand Oberoi in the title role… Directed by Omung Kumar… Produced by Suresh Oberoi and Sandip Ssingh… Official look: pic.twitter.com/c0E7t8NnAn
— taran adarsh (@taran_adarsh) February 21, 2019
આ સાથે જ ફિલ્મની એક તસવીર પણ જાહેર કરાઈ છે કે જેમાં બોમન ઈરાની એકદમ રતન તાતા જેવા જ દેખાઈ રહી છે. આ અંગે બોમન ઈરાની કહે છે, ‘મને સોશિયલ મીડિયા પર સતત કૉમેંટ્સ મળી રહ્યા છે કે હું રતન તાતા જેવો દેખાઉ છું અને હું વિચારતો હતો કે જો કોઈ દિવસ મને આ જ રોલ કરવાની તક મળશે, તો આ મારા કૅરિયરનો બહુ ખુશખુશાલ દિવસ હશે. જ્યારે ઓમંગ કુમાર, સંદીપ અને વિવેક ઓબેરૉયે મને આ અંગે વાત કરી, તો મેં તરત જ હા પાડી દીધી.’
[yop_poll id=1658]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]