પીએમ મોદીએ 20 વર્ષમાં દેશ અને લોકોની પ્રગતિ માટે રાત-દિવસ પરિશ્રમ કર્યો : અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે(Amit Shah) ટ્વિટ કરીને પીએમ મોદીના(PM Modi) 20 વર્ષના સેવા સમર્પણ અંગે ટ્વિટ કરી છે.

પીએમ મોદીએ 20 વર્ષમાં દેશ અને લોકોની પ્રગતિ માટે રાત-દિવસ પરિશ્રમ કર્યો : અમિત શાહ
PM Modi worked day and night for the progress of country and people in 20 years Tweet HM Amit Shah (File Photo)
| Edited By: | Updated on: Oct 07, 2021 | 9:47 AM

ભારતની સત્તા માટે 7 ઓક્ટોબર 2021 મહત્વની તારીખ છે. 20 વર્ષ પહેલા એટલે કે 7 ઓક્ટોબર 2001 ની તારીખે નરેન્દ્ર મોદી(Narendra Modi) ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. આજે તેમણે સત્તામાં 20 વર્ષ પૂર્ણ કર્યા છે. જેને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે(Amit Shah) ટ્વિટ કરીને પીએમ મોદીના(PM Modi) 20 વર્ષના સેવા સમર્પણ અંગે ટ્વિટ કરી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વિટ કરીને લખ્યું છે કે – ” આજથી 20 વર્ષ પૂર્વે નરેન્દ્ર મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને વિકાસ અને સુશાસનની યાત્રા ત્યાંથી શરૂ થઈ અને આજ સુધી અવિરત ચાલુ છે. આ 20 વર્ષમાં મોદીજીએ લોકો અને દેશની પ્રગતિ માટે રાત -દિવસ એક કરી પરિશ્રમની પરાકાષ્ઠાને ચરિતાર્થ કરી છે ”

તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં સતત ત્રણ વખત ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની સરકાર બની અને તેઓ સતત મુખ્યમંત્રીની ખુરશી પર રહ્યા. આ દરમિયાન, તેમના ઘણા નિર્ણયો અને દોષરહિત શૈલીએ એક અલગ છાપ છોડી, જેના કારણે મોદીને દિલ્હી સુધી પસંદ કરવા લાગ્યા.

દિલ્હીમાં બે વખતની લોકપ્રિયતા

તેમની લોકપ્રિયતાને કારણે 2013 માં પીએમ મોદીને ભાજપ દ્વારા વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2014 માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે પૂર્ણ બહુમતી મેળવી અને નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત મુખ્યમંત્રીની ખુરશી પરથી રાજીનામું આપ્યું અને વડા પ્રધાનપદ સંભાળ્યું. આ પછી, વર્ષ 2019 ની સામાન્ય ચૂંટણીમાં, તેમણે પાછલી વખતની સરખામણીમાં વધુ બેઠકો સાથે ફરી સંપૂર્ણ બહુમતી લાવીને વડાપ્રધાન પદના શપથ લીધા. છેલ્લા 7 વર્ષથી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન પદ સંભાળી રહ્યા છે.

પીએમ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર, 1950 ના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં થયો હતો. તેઓ નાની ઉંમરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માં જોડાયા હતા. મુખ્યમંત્રી બનતા પહેલા તેઓ ભાજપમાં રાષ્ટ્રીય સચિવ અને મહામંત્રી પદ પણ સંભાળી ચૂક્યા છે.

નરેન્દ્ર  મોદી 7 ઓકટોબર 2001ના રોજ  ગુજરાતના પ્રથમ વાર મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારથી તે સતત અવિરત રીતે પોતાની પ્રતિભા અને લોકઉપયોગી કાર્યોથી લોકોમાં સન્માન મેળવતા રહ્યા છે.

આ પણ વાંચો : નવરાત્રી દરમ્યાન શકિતપીઠ અંબાજી મંદિર દર્શન માટે ખુલ્લુ રહેશે, કરાઇ છે વિશેષ વ્યવસ્થા

આ પણ વાંચો : નવરાત્રીનો આજથી પ્રારંભ, રાજ્યમાં માત્ર શેરી ગરબાને મંજૂરી, પાર્ટી પ્લોટ કે ક્લબોને પરવાનગી નહિ

Published On - 9:32 am, Thu, 7 October 21