ગુજરાતના સાંસદોમાંથી પરષોત્તમ રૂપાલાને ફરીથી પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે. આ પ્રસંગે તેમણે ટીવીનાઈન સાથે ખાસ વાતચીત કરતાં ખુશી વ્યક્ત કરી. તેમણે પીએમનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે- જે જવાબદારી મળશે તે પ્રમાણિકતાથી નિભાવીશું. તો સાથે મનસુખ માંડવીયાનું પણ નામ મંત્રી મંડળની યાદીમાં છે. મહત્વનું છે કે ગુજરાતમાંથી 4થી 5 નેતાઓને સ્થાન મળી શકે છે. જેને લઈને ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાતમાંથી સૌથી વધુ નેતાઓને મત્રી પદ મળી રહ્યા છે.
આ પણ વાંચોઃ PM મોદીની શપથવિધિ પહેલા આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે જગન મોહન રેડ્ડીએ લીધા શપથ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
30 મેના રોજ PM મોદી ફરી એક વખત શપથ લેવાના છે ત્યારે ગુજરાત માટે આ ઐતિહાસિક ઘટના છે. ગુજરાતના કોઈ નેતા કેન્દ્રમાં 2 વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે તેવી ઘટના પહેલી વખત સર્જાઈ રહી છે. તો બીજી તરફ એવી ચર્ચાઓ તેજ થઈ રહી છે કે મંત્રીમંડળના ચહેરા કોણ છે. અમિત શાહના ઘર પર સવારથી નેતાઓની અવર-જવર ચાલુ છે અને સાંજના 7 વાગ્યા સુધી સમગ્ર દિલ્હીમાં આવી હલચલ જોવા મળવાની છે. મહત્વનું છે કે નવી સરકારમાં કેટલાક ચહેરાઓ જોવા મળશે તો સાથે મહત્વના પદ પર ફેરબદલી થઈ શકે છે.
Published On - 8:31 am, Thu, 30 May 19