
Parliament: સંસદના(Parliament)બંને ગૃહોમાં કાર્યવાહીની એક પ્રક્રિયા છે અને તેના આધારે જ સાંસદો કામ કરે છે. ત્યારે આજે અમે તમને જણાવીશુ શુન્ય કાળ (Zero hour)અને પ્રશ્ન કાળ(Question hour)એ સંસદની કાર્યવાહી દરમિયાન ક્યારે થાય છે અને તેનું કાર્યવાહી દરમિયાન તેનું શું મહત્વ રહેલું છે.
જ્યારે પણ સંસદ કાર્યવાહી હોય છે ત્યારે પ્રશ્ન કાળ અને શુન્ય કાળ જેવા શબ્દો સંભળાય છે. સામાન્ય રીતે સંસદને લગતા સમાચારોમાં પ્રશ્ન કાળ અને શુન્ય કાળનો ઉલ્લેખ થતો હોય છે. જોકે પ્રશ્ન કાળએ નામ ઘણું જાણીતું છે, પરંતુ તે સંસદમાં કયા સમયે થાય છે અને તે અંગેના નિયમો શું છે, તે તમારા માટે જાણવું ખુબ મહત્વનું છે. ત્યારે,આજે અમે તમને જણાવીશું કે સંસદમાં પ્રશ્ન કાળ અને શુન્ય કાળ શું છે અને તેનું સંસદમાં તેનું શું મહત્વ છે.
સંસદના બે ગૃહો છે, એક લોકસભા (Lok Sabha) અને એક રાજ્યસભા(Rajya Sabha) આ બંને ગૃહોમા સાંસદો દેશના કાયદો (Law) અને વ્યવસ્થા અને દેશના લોકોને સંબંધિત કોઈ પણ મુદ્દા પર ચર્ચા કરે છે. ઉપરાંત,આ ગૃહોમાં કાર્યવાહીની એક પદ્ધતિ પણ છે અને તેના આધારે જ સાંસદો કામ કરે છે. સાંસદ કાળ દરમિયાન કાર્યવાહી માટે સંસદમાં શુન્ય કાળ અને પ્રશ્ન કાળનું વિશેષ મહત્વ છે.
પ્રશ્નકાળ અને તેનું સંસદમાં મહત્વ
રાજ્યસભા અને લોકસભાના ગૃહો ઉપરાંત વિધાનમંડળની(Legislature) પ્રત્યેક કાર્યવાહીમાં પ્રશ્ન કાળ હોય છે.આ સમય દરમિયાન સાંસદો મંત્રીને(Minister) દેશના નાગરિકો સંબધિત પ્રશ્નો કરે છે અને આ માટે અગાઉથી પરવાનગી માગવી જરુરી નથી.
ભારતમાં પ્રશ્નકાળએ ઈંગલેન્ડમાંથી(England) અપનાવવામાં આવ્યો છે. સૌપ્રથમ 1721માં ઈંગ્લેન્ડમાં પ્રશ્ન કાળ શરૂ કરવામાં આવ્યો હતો. સાંસદમાં સૌથી વધારે પ્રશ્નોતરી આ સમય દરમિયાન થાય છે.અને આ સમય દરમિયાન સાંસદો જે કોઈ પ્રશ્નો પુછે તેને લઈને મંત્રીઓ જવાબ આપવા માટે બંધાયેલા છે. રાજ્યસભા અને લોકસભામાં પ્રશ્નકાળનો સમય જુદો છે. લોકસભાની કાર્યવાહીમાં પહેલી એક કલાકનો (11 થી 12 વાગ્યે) સમય પ્રશ્ન કાળ હોય છે.જ્યારે રાજ્યસભામાં કાર્યવાહીની પ્રથમ કલાક શુન્ય કાળ તરીકે ઓળખાય છે.
શુન્યકાળ અને તેનું સંસદમાં મહત્વ
શુન્યકાળ (Zero Hour)સમયમાં પણ કાર્યવાહી દરમિયાન ફક્ત પ્રશ્નો પૂછવામાં આવે છે. શુન્યકાળ એ પણ પ્રશ્ન કાળ જેમ જ એક કાર્યવાહીનો ભાગ છે. જેમાં સાંસદો વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરે છે. અને બંને ગૃહોમાં તેનો સમય અલગ-અલગ છે. લોકસભામાં કાર્યવાહીનો પ્રથમ કલાક એ પ્રશ્નનો સમય છે અને તે પછીનો સમય શુન્યકાળ છે.
જ્યારે, રાજ્યસભામાં ગૃહની કાર્યવાહી શુન્યકાળથી શરૂ થાય છે અને તે પછી પ્રશ્નકાળ આવે છે. શુન્ય કાળ દરમિયાન, સાંસદો નિશ્ચિત શેડ્યુલ વિના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તેમના પર ચર્ચા-વિચારણા કરવામાં આવે છે.લોકસભામાં તે દિવસનો એજન્ડા પૂરો ન થાય ત્યાં સુધી લોકસભામાં શુન્યકાળ સમાપ્ત થતો નથી.
ઉલ્લેખનીય છે કે, ભારતીય પરિષદ અધિનિયમ 1892 હેઠળ ભારતમાં સંસદમાં પ્રશ્ન પુછવાની શરૂઆત થઈ હતી.આઝાદી પહેલાં ભારતમાં પ્રશ્નો પૂછવાના અધિકાર પર ઘણા પ્રતિબંધો હતા. પરંતુ આઝાદી પછી તે પ્રતિબંધોને નાબૂદ કરવામાં આવ્યા હતા.