Gujarati NewsPoliticsParesh dhanani resigns as opposition leader in gujarat assembly
ગુજરાત કોંગ્રેસમાં એક તરફ અલ્પેશ ઠાકોરને લઈ ચર્ચા ચાલી તો બીજી તરફ ધાનાણીએ રાજીનામું આપી દીધુ
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાના પદે પરથી પરેશ ધાનાણીએ રાજીનામું ધરી દીધુ છે. ધાનાણીએ લોકસભા ચૂંટણીમાં હારની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધુ છે. પોતાના રાજીનામા સાથે ધાનાણીએ કહ્યું કે નેતૃત્વની દ્રષ્ટિએ નવા ચહેરાને સ્થાન મળવું જોઈએ. મહત્વનું છે કે, રાહુલ ગાંધીએ પણ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. અને હજુ પણ રાહુલ […]
Follow us on
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાના પદે પરથી પરેશ ધાનાણીએ રાજીનામું ધરી દીધુ છે. ધાનાણીએ લોકસભા ચૂંટણીમાં હારની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધુ છે. પોતાના રાજીનામા સાથે ધાનાણીએ કહ્યું કે નેતૃત્વની દ્રષ્ટિએ નવા ચહેરાને સ્થાન મળવું જોઈએ. મહત્વનું છે કે, રાહુલ ગાંધીએ પણ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. અને હજુ પણ રાહુલ ગાંધી પોતાની વાત પર અડગ છે. ત્યારે પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તેમને મનાવવાની કોશિશ કરી રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
રાહુલ ગાંધીના પ્રસ્તાવ બાદ કોંગ્રેસના અનેક નેતાઓએ રાજીનામાનો પ્રસ્તાવ રાખ્યો છે. તો 2 દિવસ પહેલા જ ધાનાણીએ રાજીનામાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેનો અમલ કરી દીધો છે. પરંતુ મૂળ વાત એવી છે કે ધાનાણીનું રાજીનામું સ્વીકારવું કે નહીં તેનો નિર્ણય હાઈકમાન્ડ લેશે.