સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામા બાદ કોંગ્રેસના ભાજપ પર પ્રહાર

|

Jan 23, 2020 | 7:37 AM

સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામા બાદ કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. પરેશ ધાનાણીએ કહ્યું કે, ભાજપના જ ધારાસભ્યો પોતાની રજૂઆત કરી શકતા નથી. ભાજપમાં સરમુખત્યારશાહી ચાલી રહી છે. સાથે કહ્યું કે, કેતન ઈનામદાર સુધી રાજીનામાનો સરવાળો અટકતો નથી. અનેક ભાજપી ધારાસભ્ય અમારી પાસે આવીને સરકારની કામગીરીનો […]

સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામા બાદ કોંગ્રેસના ભાજપ પર પ્રહાર

Follow us on

સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામા બાદ કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. પરેશ ધાનાણીએ કહ્યું કે, ભાજપના જ ધારાસભ્યો પોતાની રજૂઆત કરી શકતા નથી. ભાજપમાં સરમુખત્યારશાહી ચાલી રહી છે. સાથે કહ્યું કે, કેતન ઈનામદાર સુધી રાજીનામાનો સરવાળો અટકતો નથી. અનેક ભાજપી ધારાસભ્ય અમારી પાસે આવીને સરકારની કામગીરીનો બળાપો ઠાલવે છે. આગામી દિવસોમાં અનેક ધારાસભ્ય ખુલેને બહાર આવી શકે તેમ છે. અને સત્ય બોલનારા લોકોને કોંગ્રેસ સમર્થન આપશે. અને રાજ્યની જનતા પણ ભાજપને સબક શીખવાડશે.

આ પણ વાંચોઃ રાજ્ય સરકાર અને ગુજરાત પ્રદેશ ભાજપમાં મોટી ઉથલ-પાથલના સંકેત, પ્રદિપસિંહ રાતોરાત દિલ્હી પહોંચ્યા

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તો બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ વહેતી ગંગામાં હાથ ધોઈ લીધા છે. અમિત ચાવડાએ કહ્યું કે, ભાજપના અનેક લોકો નારાજ છે. અને લોકોની પણ સરકાર વિરુદ્ધ નારાજગી બહાર આવી રહી છે. સાથે દાવો કર્યો કે, ધારાસભ્યો પણ સરકાર વિરુદ્ધ બળવો પોકારવાના મૂડમાં છે. સરકારમાં ધારાસભ્યને કોઈ જવાબ આપતું નથી. અને ભાજપમાં ઉકળતો ચરૂ બહાર આવ્યો છે. તો વિજય રૂપાણી વિશે કહ્યું કે, જો તે અડધી પીચ પર રમવા જશે ત્યારે તેના જ ધારાસભ્યો સ્ટમ્પિંગ દ્વારા આઉટ કરી દેશ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article