ગુજરાતમાંથી ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠક પૈકી, ભાજપ-કોંગ્રેસના ફાળે એક એક બેઠક આવશે

|

Dec 01, 2020 | 7:07 PM

ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા સાંસદ અભય ભારદ્વાજનું નિધન થતા, ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી છે. અભય ભારદ્વાજ પહેલા, ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા સાંસદ અહેમદ પટેલનું નિધન થયુ હતું. અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધનથી રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી યોજાશે. ગુજરાતમમાં ચૂંટાયેલા ધારાસભ્યોની વર્તમાન સભ્ય સંખ્યાને જોતા, રાજ્યસભાની બે પૈકી એક એક બેઠક ભાજપ અને કોંગ્રેસના ફાળે […]

ગુજરાતમાંથી ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠક પૈકી, ભાજપ-કોંગ્રેસના ફાળે એક એક બેઠક આવશે

Follow us on

ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા સાંસદ અભય ભારદ્વાજનું નિધન થતા, ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી છે. અભય ભારદ્વાજ પહેલા, ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા સાંસદ અહેમદ પટેલનું નિધન થયુ હતું. અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધનથી રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી યોજાશે. ગુજરાતમમાં ચૂંટાયેલા ધારાસભ્યોની વર્તમાન સભ્ય સંખ્યાને જોતા, રાજ્યસભાની બે પૈકી એક એક બેઠક ભાજપ અને કોંગ્રેસના ફાળે આવે તેવી સ્થિતિ છે. પરંતુ જો બન્ને બેઠકો માટે અલગ અલગ નોટીફિકેશન બહાર પાડવામાં આવે તો બન્ને બેઠકો ભાજપના ફાળે જાય તેમ છે.

વર્તમાન ધારાસભ્યોની સંખ્યાને લઈને રાજ્યસભાની ચૂંટણી માટે ઊભા રહેનારા બન્ને સભ્યો મોટાભાગે બિનહરીફ જાહેર થશે. કારણ કે, એક સભ્યને જીતવા માટે 61 મત જોઈએ. હાલ કોંગ્રેસ પાસે 65 મત છે. અને એક અપક્ષ તથા બે બીટીપીના સભ્યોનો ટેકો છે. જે પર્યાપ્ત મત કરતા વધુ મત ધરાવે છે. જ્યારે ભાજપને બન્ને બેઠકો જીતવા માટે કુલ 122 મતો જોઈએ જે કોઈ સંજોગોમાં શક્ય ના હોવાથી, મોટાભાગે બન્ને રાજકીય પક્ષો એક એક બેઠક મેળવી શકશે.

રાજકીય ક્ષેત્રના જાણકારોનું કહેવુ છે કે જો ભૂતકાળની જેમ બે બેઠકો માટે અલગ અલગ નોટીફિકેશન બહાર પાડવામાં આવે તો બન્ને બેઠકો ભાજપના ફાળે જાય અને જો એક જ નોટીફિકેશન બહાર પાડીને બે બેઠકોની ચૂંટણી કરવામાં આવે તો, બન્ને મુખ્ય રાજકિય પક્ષ ભાજપ અને કોંગ્રેસના ફાળે એક એક બેઠક આવે. ભૂતકાળમાં આ પ્રકારે બે બેઠકો માટે બહાર પડાયેલા નોટીફિકેશનને કોંગ્રેસના પરાજીત ઉમેદવાર ગૌરવ પંડ્યાએ સુપ્રિમકોર્ટમાં પડકાર્યું છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:42 pm, Tue, 1 December 20

Next Article