મહારાષ્ટ્રની ચૂંટણીમાં વીર સાવરકરને લઈ રાજનીતિ, ભાજપે સાવરકરને ભારત રત્ન આપવાનો ચૂંટણી ઢંઢેરામાં કર્યો વાયદો

|

Oct 16, 2019 | 2:37 PM

મહારાષ્ટ્રની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં છે. આ પ્રચારમાં વીર સાવરકરને લઇ રાજનીતિ શરૂ થઇ ગઇ છે. એક તરફ ભાજપે વીર સાવરકરને ભારત રત્ન આપવાનો ચૂંટણી ઢંઢેરામાં વાયદો કર્યો છે. આ વાયદાને લઇ કોંગ્રેસ સહિતના પક્ષોએ ભાજપ પર પ્રહારો કર્યાં. જે મુદ્દે હવે પીએમ મોદીએ વિપક્ષને આડે હાથ લીધું. તેઓ મહારાષ્ટ્રની એક સભામાં બાબાસાહેબ આંબેડકર અને વીર […]

મહારાષ્ટ્રની ચૂંટણીમાં વીર સાવરકરને લઈ રાજનીતિ, ભાજપે સાવરકરને ભારત રત્ન આપવાનો ચૂંટણી ઢંઢેરામાં કર્યો વાયદો

Follow us on

મહારાષ્ટ્રની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં છે. આ પ્રચારમાં વીર સાવરકરને લઇ રાજનીતિ શરૂ થઇ ગઇ છે. એક તરફ ભાજપે વીર સાવરકરને ભારત રત્ન આપવાનો ચૂંટણી ઢંઢેરામાં વાયદો કર્યો છે. આ વાયદાને લઇ કોંગ્રેસ સહિતના પક્ષોએ ભાજપ પર પ્રહારો કર્યાં. જે મુદ્દે હવે પીએમ મોદીએ વિપક્ષને આડે હાથ લીધું. તેઓ મહારાષ્ટ્રની એક સભામાં બાબાસાહેબ આંબેડકર અને વીર સાવરકરનું નામ લઇ વિપક્ષ પર રીતસરના વરસ્યા. અને વિપક્ષ પર વીર સાવરકરનું અપમાન કરવાનો આરોપ પણ લગાવ્યો.

આ પણ વાંચોઃ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા રૂપિયા 35 કરોડનો બાકી દંડ વસૂલવા માટે ઝુંબેશ શરૂ કરાશે

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જ્યારથી ભાજપે વીર સાવરકરને ભારત રત્ન આપવાનો વાયદો કર્યો ત્યારથી મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસે આ વાયદાને લઇ પ્રહારો કર્યાં હતા કે, મહાત્મા ગાંધીની હત્યા મુદ્દે વીર સાવરકરે ગુનાહિત કેસનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહી એવો પણ દાવો કર્યો છે કે, કપૂર આયોગે પણ તપાસ કરી હતી. જેમાં સાવરકરને હત્યા માટે જવાબદાર માનવામાં આવ્યા હતા. તો માત્ર કોંગ્રેસ જ નહીં, ઔવેસીએ પણ આ મુદ્દે ભાજપ પર કટાક્ષ કરીને ટ્વીટ કર્યું હતું. જેમાં લખ્યુ હતુ કે, વીર સાવરકર ભાજપ માટે ‘અનમોલ રત્ન’ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article