જાણો શું છે SHOR એપ જેમાં રજિસ્ટ્રેશન ન કરાવતા 8 હજાર કંપનીઓને નોટિસ મળી?

|

Dec 16, 2019 | 5:42 PM

મહિલાઓની સુરક્ષા આજે દેશમાં એક મોટો મુદો બની ગયો છે. આખા દેશમાં શોર એપ લાગુ કરવામાં આવ્યું છે જેમાં કંપનીઓએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે. આ એપના માધ્યમથી મહિલાઓને શું તકલીફ પડે છે તેને લઈને ફરિયાદ કરી શકાય છે. આ શોર એપ પર રજિસ્ટ્રેશન કરાવવાનો આદેશ એવી તમામ કંપનીઓને આપવામાં આવ્યો હતો જ્યા મહિલાઓની સંખ્યા વધારે […]

જાણો શું છે SHOR એપ જેમાં રજિસ્ટ્રેશન ન કરાવતા 8 હજાર કંપનીઓને નોટિસ મળી?

Follow us on

મહિલાઓની સુરક્ષા આજે દેશમાં એક મોટો મુદો બની ગયો છે. આખા દેશમાં શોર એપ લાગુ કરવામાં આવ્યું છે જેમાં કંપનીઓએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે. આ એપના માધ્યમથી મહિલાઓને શું તકલીફ પડે છે તેને લઈને ફરિયાદ કરી શકાય છે. આ શોર એપ પર રજિસ્ટ્રેશન કરાવવાનો આદેશ એવી તમામ કંપનીઓને આપવામાં આવ્યો હતો જ્યા મહિલાઓની સંખ્યા વધારે છે. છતાં પણ કંપનીઓએ આ એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન કરાવ્યું નહોતું. જેને લઈને 8 હજાર જેટલી કંપનીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી
ભારતના આ 7 સ્ટેશન પરથી વિદેશ જાય છે ટ્રેન, જાણો નામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   બિન-સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદઃ જાણો નવી પરીક્ષા અંગે પ્રદિપસિંહ જાડેજા શું આપી જાણકારી

શોર એપ એવી એપ્લિકેશન છે જેના દ્વારા મહિલાઓ પરના અત્યાચારોની ફરિયાદ થઈ શકે છે. ડીએમ બીએન સિંહે જણાવ્યું કે શોર એપ પહેલાં કંપનીઓ પર લાગુ કરવામાં આવ્યું છે અને તેને બાદમાં સોસાયટીમાં પણ લાગુ કરવાની વિચારણા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

આ એપમાં કોઈપણ ફરિયાદ દાખલ કરવામાં આવે છે ત્યારે તે ફરિયાદને એક નક્કી કરેલી ટીમ દ્વારા સાંભળવામાં આવે છે. આ ટીમ બાદમાં તેનું સમાધાન લાવે છે. આ સિવાય સમાધાન આવ્યા બાદ પણ કોઈ હેરાનગતિ મહિલાઓને કરવામાં નથી આવતી તેનો ફિડબેક પણ આ ટીમ દ્વારા એપના માધ્યમથી લેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ એપ્લિકેશન ગૌતમબુદ્ધ નગર જિલ્લામાં લાગુ કરવામાં આવ્યું છે. નોએડામાં ઘણીબધી કંપનીઓએ આ એપમાં રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોવાથી નોટિસ મોકલીને પૂછવામાં આવ્યું છે કે અમે તમને 50 હજારનો દંડ કેમ ન ફટકારીએ?

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:34 pm, Mon, 16 December 19

Next Article