Navjotsingh Sidhu : નવજોતસિંહ સિદ્ધુ નવી પાર્ટી બનાવશે?, પંજાબમાં ચૂંટણી પહેલા નવા સમીકરણના સંકેત

|

Apr 14, 2021 | 6:41 PM

Navjotsingh Sidhu : નવજોતસિંહ સિદ્ધુ પંજાબમાં પોતાની જ પાર્ટી સામે મોરચો ખોલવાની તૈયારીમાં છે.

Navjotsingh Sidhu : નવજોતસિંહ સિદ્ધુ નવી પાર્ટી બનાવશે?, પંજાબમાં ચૂંટણી પહેલા નવા સમીકરણના સંકેત
FILE PHOTO

Follow us on

Navjotsingh Sidhu : નવજોતસિંહ સિદ્ધુ, પહેલા ભાજપમાં અને હવે કોંગ્રેસમાં ગયેલા આ એવા નેતા છે જે હંમેશા રાજકરણની ચર્ચાઓમાં છવાયેલા રહે છે. જો કે પંજાબ સરકારમાંથી કેબીનેટ પ્રધાનપદેથી રાજીનામું આપ્યા બાદ ખોવાયેલા નવજોતસિંહ સિદ્ધુ હવે ફરી સક્રિય થયા છે.

પોતાની જ પાર્ટી સામે મોરચાની તૈયારી
પંજાબના પૂર્વ કેબિનેટ પ્રધાન Navjotsingh Sidhu એ આખરે પંજાબમાં તેમની જ સરકાર વિરૂદ્ધ મોરચો ખોલવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેમણે આ અંગે પ્રથમ સંકેત મંગળવારે બરગાડીના ગામ જવાહરસિંહ વાલામાં આપ્યો હતો, જ્યાં તેમણે કોટકપુરા અને બાહિબાલ કાલન ફાયરિંગના મુદ્દે SIT તપાસનો રીપોર્ટ સાર્વજનિક કરવાની માંગ કરી હતી. આ સાથે જ સિદ્ધુએ સંકેત આપ્યો છે કે તેઓ કેપ્ટન અમરિંદર સિંહ સરકારની નિષ્ફળતાઓને લોકો સમક્ષ રજૂ કરવાની કોઈ તક છોડશે નહીં. તેમણે હાઈકોર્ટ દ્વારા SITના તપાસ રીપોર્ટ રદ્દ કરવા અંગે પણ સવાલ ઉઠાવતા પંજાબ સરકારને ઘેરી છે.

પોતાની પાર્ટી બનાવી શકે છે સિદ્ધુ
પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amarinder Singh) સાથેના મતભેદો પછી રાજકીય રીતે મૌન રહી ચૂકેલા અને કેબિનેટમાંથી રાજીનામું આપનારા નવજોત સિદ્ધુએ કેપ્ટન અમરિંદર સિંહ સાથે બે લાંબી બેઠક કરી હતી, જો કે આ બંને બેઠકોમાં કોઈ સમાધાન થયું નહોતું. ત્યારબાદ તાજેતરમાં સોશિયલ મીડિયામાં તેમનું લખાણ તેમના અને કેપ્ટન અમરિંદર સિંહના સંબંધ તરફ ધ્યાન દોરતા હતા. ત્યારબાદ તેમણે પટિયાલામાં રેલી કાઢતાંની સાથે જ સ્પષ્ટ થઈ ગયું કે તેમણે કોંગ્રેસથી દૂર થવાનું મન બનાવી લીધું છે અને આગામી કેટલાક મહિનાઓમાં તેઓ પોતાનો પક્ષ બનાવવાની જાહેરાત કરી શકે છે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

ખેડૂત આંદોલનકરીઓ સાથે પણ દેખાયા સિદ્ધુ
આ વખતે સિદ્ધુએ રાજકીય સક્રિયતા વધારવા ખેડૂત આંદોલન સાથે પોતાને જોડવાની કવાયત શરૂ કરી છે. આના માધ્યમથી તેઓ કેન્દ્રમાં ભાજપ સરકારને નિશાન બનાવી રહ્યા છે, આ સાથે જ તેઓ કેપ્ટન સરકાર પર પણ સવાલ ઉભા કરી રહ્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે શિરોમણી અકાલી દળ (ડેમોક્રેટિક)એ હવે નવજોત સિદ્ધુને ટેકો આપવા માટે નવી નીતિ પર કામ કરવાનું શરૂ કર્યું છે. ડેમોક્રેટિક નેતાઓએ સિદ્ધુને પોતાની પાર્ટી બનાવવાનું પ્રોત્સાહન આપ્યું છે, જેણે અન્ય નાના પક્ષોને પણ સમર્થન આપવાની ખાતરી આપી હતી.

કોંગ્રેસ માટે પડકાર બની શકે છે સિદ્ધુ
2022 ની વિધાનસભાની ચૂંટણીમાં પંજાબ સરકાર સામે કોઈ મોટો પડકાર ન હોવાનો ભ્રમ રાખી રાહેલી કેપ્ટન અમરિંદર સિંહ સરકાર સામે સિદ્ધુ સૌથી મોટા પડકાર તરીકે ઉભરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે Navjotsingh Sidhu વિધાનસભાની ચૂંટણીમાં કેપ્ટન અમરિંદર સિંહ સામે ચૂંટણી લડી શકે છે.

 

Next Article