PM મોદી અને બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી વચ્ચે બેઠક, જાણો CAA મુદ્દે શું થઈ ચર્ચા

|

Jan 11, 2020 | 3:02 PM

પીએમ મોદી કોલકાતાના બે દિવસીય પ્રવાસ પર છે. કોલાકાતામાં પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે મુલાકાત કરી. આમ તો રાજકારણની રીતે મોદી અને મમતા બેનર્જી એકબીજા પર પ્રહારો કરતા હોય છે. જો કે આજે તેઓ એક જ છત નીચે મુલાકાત કરતા જોવા મળ્યા. જો કે આ મુલાકાત બાદ મમતા બેનર્જી સીધા પહોંચ્યા CAA […]

PM મોદી અને બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી વચ્ચે બેઠક, જાણો CAA મુદ્દે શું થઈ ચર્ચા

Follow us on

પીએમ મોદી કોલકાતાના બે દિવસીય પ્રવાસ પર છે. કોલાકાતામાં પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે મુલાકાત કરી. આમ તો રાજકારણની રીતે મોદી અને મમતા બેનર્જી એકબીજા પર પ્રહારો કરતા હોય છે. જો કે આજે તેઓ એક જ છત નીચે મુલાકાત કરતા જોવા મળ્યા. જો કે આ મુલાકાત બાદ મમતા બેનર્જી સીધા પહોંચ્યા CAA અને NRCનો વિરોધ કરવા માટે. કોલકાતામાં રોજ મમતા બેનર્જી ધરણા કરી રહ્યા છે. અને તેના ભાગરૂપે આજે પણ મમતા દીધી ધરણા પર ગયા. એટલે આજે કોલકાતામાં બે વિરોધાભાસી દ્રશ્યો જોવા મળ્યા. એક દ્રશ્યમાં દેખાય છે કે મમતા બેનર્જી પીએમ મોદી સાથે મુલાકાત કરી રહ્યા છે. અને બીજા દ્રશ્યોમાં પીએમ મોદીની નીતિનો વિરોધ થઇ રહ્યો છે.

આ પણ વાંચોઃ POK પર હુમલાનું કાઉન્ટ ડાઉન શરૂ? સેનાને સંસદના આદેશની રાહ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પીએમ મોદી કોલકાતા પોર્ટ ટ્રસ્ટની 150મી વર્ષગાંઠના સમારોહમાં ભાગ લેવા કોલકાતા આવ્યા હતા. રાજભવનમાં મમતા બેનર્જી સાથે તેમની મુલાકાત થઇ. મુલાકાત બાદ મમતા બેનર્જીએ જણાવ્યું કે તેમણે પીએમને જણાવ્યું કે સીએએ, એનઆરસી અને એનપીએના વિરોધમાં પશ્ચિમ બંગાળની જનતા છે. CAA, NPR અને NRC પાછા લેવા મોદીને કહ્યું. જેનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું કે અહીં તેઓ અન્ય કાર્યક્રમમાં સામેલ થવા આવ્યા છે. આ મુદ્દા પર દિલ્લીમાં વાત થશે. મોદીએ મમતા બેનર્જીને દિલ્લી આવવા પણ કહ્યું.

તો પીએમ મોદી સાથે મુલાકાતમાં મમતા બેનર્જીએ CAA અને NRCનો મુદ્દો ઉઠાવ્યો. જેનો મોદીએ કોઇ જવાબ ન આપ્યો. પરંતુ આ મુલાકાત બાદ તરત જ મમતા બેનર્જી કોલાકાતામાં આયોજિત વિદ્યાર્થીઓના ધરણાના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચી ગયા. જે દિવસથી નાગરિકતા કાયદાનું બિલ લોકસભા અને રાજ્યસભામાંથી પાસ થયું, તે દિવસથી મમતા બેનર્જી રોજેરોજ ધરણા અને રેલીના કાર્યક્રમ કરી રહ્યા છે. અને જોરશોરથી CAA અને NRCનો વિરોધ કરી રહ્યા છે.

Published On - 1:21 pm, Sat, 11 January 20

Next Article