AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માત્ર ડૉ. આશા પટેલ જ નહીં 2002થી 2019માં 15 થી વધુ નેતાઓ ‘પંજો’ છોડી ‘કમળ’ સાથે જોડાયા, જાણો કોણ છે આ યાદીમાં

કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જવાની વાત નવી નથી.અગાઉ 2007, 2012, 2014 અને 2017ની ચૂંટણી વખતે કોંગ્રેસના અનેક ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે.2019ની ચૂંટણીમાં પણ ડો.આશા પટેલના રાજીનામાથી શરૂઆત થઈ છે.આગામી સમયમાં કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ ભાજપમાં જોડાઈ શકે છે. ગુજરાત કોંગ્રેસમાં ફરીથી રાજ્યસભા વાળી જોવા મળી રહી છે.રાજ્યસભાની ચૂંટણી વખતે શંકરસિંહ વાઘેલા સહિત 14 ધારાસભ્યોએ કોંગ્રેસ માંથી […]

માત્ર ડૉ. આશા પટેલ જ નહીં 2002થી 2019માં 15 થી વધુ નેતાઓ 'પંજો' છોડી 'કમળ' સાથે જોડાયા, જાણો કોણ છે આ યાદીમાં
Dipen Padhiyar
| Edited By: | Updated on: Feb 02, 2019 | 3:12 PM
Share

કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જવાની વાત નવી નથી.અગાઉ 2007, 2012, 2014 અને 2017ની ચૂંટણી વખતે કોંગ્રેસના અનેક ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે.2019ની ચૂંટણીમાં પણ ડો.આશા પટેલના રાજીનામાથી શરૂઆત થઈ છે.આગામી સમયમાં કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ ભાજપમાં જોડાઈ શકે છે.

ગુજરાત કોંગ્રેસમાં ફરીથી રાજ્યસભા વાળી જોવા મળી રહી છે.રાજ્યસભાની ચૂંટણી વખતે શંકરસિંહ વાઘેલા સહિત 14 ધારાસભ્યોએ કોંગ્રેસ માંથી રાજીનામા આપ્યા હતા.હવે 2019ની ચૂંટણી નજીક છે ત્યારે ઉંઝાના કોંગ્રેસના ધારાસભ્ય ડો.આશાબેન પટેલે રાજીનામું આપતાં ગુજરાતનું રાજકારણ ફરીથી ગરમાયું છે.2019ની લોકસભાની ચૂંટણી નજીક આવતા તોડ-જોડ અને પક્ષ પલ્ટાનું રાજકારણ ગરમ થયું છે.જો કે ડો.આશા પટેલનું રાજીનામુ કોંગ્રેસ માટે નવી વાત નથી.2002થી 2019 સુધીમાં કોંગ્રેસના અનેક ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ચૂક્યાં છે.ત્યારે એમાં વધુ એક ધારાસભ્યનો ઉમેરો થયો છે.અત્યાર સુધી કોંગ્રેસના કેટલાં ધારાસભ્યો ભાજપમાં ગયા છે તે જાણવા માંગો છો.આ રહ્યાં કોંગ્રેસ માંથી ભાજપમાં જોડાનારા ધારાસભ્યોના નામ.

વર્ષ-2007

કોંગ્રેસના ધારાસભ્ય નીમાબેન આચાર્ય કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા

વર્ષ-2012

2012ની વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જતાં રહ્યાં.તો 2012ની ચૂંટણીમાં ટીકીટ ના મળતાં ચાર પૂર્વ ધારાસભ્યોએ પણ ભાજપનો હાથ પકડી લીધો હતો. 2012માં આ ધારાસભ્યો જોડાયા ભાજપમાં.

છબીલ પટેલ

જશાભાઈ બારડ

રાજેન્દ્રસિંહ ચાવડા

કુંવરજી હળપતી

પરેશ વસાવા

દેવજી ફતેપરા

અનીલ પટેલીયા

ટીકીટની ફળવણીને લઈને 2012માં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નરહરી અમીન, દલસુખ પ્રજાપતિ, ઉદેસિંહ બારીયા અને નટવરસિંહ પરમાર પણ ભાજપમાં જોડાયા હતા.
2012 બાદ 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ પક્ષ અને પ્રજા સાથે દ્રોહ કરીને કોંગ્રેસ માંથી રાજીનામા આપી ભાજપમાં જોડાયા હતાં.2014માં કોંગ્રેસના આ ધારાસભ્યો જોડાયા હતા ભાજપમાં.
પ્રભુ વસાવા
વિઠ્ઠલભાઈ રાદડીયા
જયેશ રાદડીયા
2014ની લોકસભાની ચૂંટણી બાદ 2017ની રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના 14 ધારાસભ્યોએ શંકરસિંહ વાધેલાની આગેવાનીમાં રાજીનામા આપ્યાં હતાં.અને 2017ની ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો.2017માં કોંગ્રેસના આ ધારાસભ્યોએ આપ્યાં હતા રાજીનામાં.
શંકરસિંહ વાઘેલા-કપડવંજ
મહેન્દ્રસિંહ વાઘેલા-બાયડ
રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય
ધરમેન્દ્રસિંહ જાડેજા-જામનગર ઉત્તર
પી આઈ પટેલ-વિજાપુર
તેજશ્રી પટેલ-વિરમગામ
કરમશી પટેલ-સાણંદ
અમીત ચૌધરી-માણસા
બળવંતસિંહ રાજપુત-સિધ્ધપુર
છનાભાઈ ચૌધરી-વાંસદા
રામસિંહ પરમાર-ઠાસરા
માનસિંહ ચૌહાણ-બાલાસિનોર
સી કે રાઉલજી-ગોધરા
ભોળાભાઈ ગોહિલ-જસદણ
2019માં આશા પટેલના રાજીનામાથી કોંગ્રેસની પડતીની શરૂઆત થઈ છે.આશા પટેલના રાજીનામા બાદ બીજા કેટલાંક ધારાસભ્યો પણ 2019ની લોકસભા ચૂંટણી સુધીમાં કોંગ્રેસમાંથી રાજીનામા આપે તેવી શક્યતા છે.
[yop_poll id=”1002″]

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">