ટ્રેકટર રેલી અંગે ખેડૂત યુનિયન અને દિલ્લી પોલીસ વચ્ચે થયેલી બેઠક અનિર્ણીત

|

Jan 21, 2021 | 10:29 PM

પ્રજાસત્તાક દિને ખેડૂતો દિલ્લીમાં ટ્રેકટર રેલી કરવા ઈચ્છે છે. જે અંગે કેન્દ્ર સરકારે ના પાડ્યાં બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જેની કમિટીએ બધા પક્ષોને સાંભળવાનું કહ્યું હતું.

પ્રજાસત્તાક દિને ખેડૂતો દિલ્લીમાં ટ્રેકટર રેલી કરવા ઈચ્છે છે. જે અંગે કેન્દ્ર સરકારે ના પાડ્યાં બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જેની કમિટીએ બધા પક્ષોને સાંભળવાનું કહ્યું હતું. ત્યારે આજે દિલ્લી પોલીસ અને ખેડૂત યુનિયન વચ્ચે ટ્રેકટર રેલીને લઈને મિટિંગ થઈ હતી. જેમાં ખેડૂતોએ કહ્યું હતું કે તેઓ દિલ્લીમાં જ રેલી કરવા મક્કમ છે. ખેડૂતો ટ્રેકટર રેલી દિલ્લીમાં જ કરશે. જે વાતને લઈને પોલીસ અને ખેડૂત યુનિયન વચ્ચે સહમતી નહોતી બની. તેથી આજની આ મિટિંગ અનિર્ણીત રહી હતી. જ્યારે આવતીકાલે ફરી એકવાર આ જ મુદ્દે દિલ્લી પોલીસ અને ખેડૂત યુનિયન વચ્ચે ટ્રેકટર રેલીના મુદ્દાને લઈને જ મિટિંગ થશે.

 

 

આ પણ વાંચો: CM વિજય રૂપાણીએ રામમંદિર માટે આપ્યું રૂ.5 લાખનું દાન

Next Video