CM વિજય રૂપાણીએ રામમંદિર માટે આપ્યું રૂ.5 લાખનું દાન

વિશ્વ હિન્દુ પરિષદ(VHP)એ રાજ્ય સહિત સમગ્ર દેશમાં 15 જાન્યુઆરીથી સમર્પણ નિધિ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન દ્વારા અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર નિર્માણ માટે ધન એકઠું કરવામાં આવી રહ્યું છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 21, 2021 | 9:26 PM

વિશ્વ હિન્દુ પરિષદ(VHP)એ રાજ્ય સહિત સમગ્ર દેશમાં 15 જાન્યુઆરીથી સમર્પણ નિધિ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન દ્વારા અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર નિર્માણ માટે ધન એકઠું કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી(CM VIJAY RUPANI)એ રામમંદિર નિર્માણ માટે રૂ.5 લાખનું દાન આપ્યું છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર નિર્માણ માટે શરૂ કરાયેલા સમર્પણ નિધિ અભિયાનમાં સૌથી પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (PRESIDENT RAMNTAH KOVIND)એ VHPને રૂ.5,00,100નો ચેક આપી સહયોગ આપ્યો હતો. ત્યારબાદ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહે પણ રામમંદિર નિર્માણ માટે રૂ.1 લાખનો ચેક આપ્યો હતો.

 

 

ઈચ્છા મુજબ લોકો આપી રહ્યાં છે દાન

સીધા રોકડા દાનમાં આપવાથી રોકડ રસીદ તરત જ આપી દેવામાં આવે છે, જ્યારે ઓનલાઈન વ્યવહારથી દાન આપતા દાનની રસીદ ઈ-મેલ દ્વારા આપવામાં આવે છે. બેન્ક અકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરી દાન આપનાર લોકો ટ્રસ્ટની વેબસાઈટ પર જઈને રસીદ જનરેટ કરી શકે છે. હવે ધનસંચય અભિયાન અંતર્ગત કૂપન છપાવવામાં આવી છે ,જેમાં લોકો રૂ.10થી લઈને રૂ.1000 સુધી પોતાની ઈચ્છા મૂજબ લોકો દાન આપી શકે છે.

 

આ પણ વાંચો: WelCome Rahane: Ajinkya Rahaneનું મુંબઈમાં ભવ્ય સ્વાગત, જુઓ VIDEO

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">