મેજર અપસેટ: ભાજપ માટે પડકાર બનેલા હાર્દિક પટેલના હોમટાઉનમાં કોંગ્રેસનો સફાયો, ભાજપનો ભગવો લહેરાયો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જિલ્લા પંચાયત- તાલુકા પંચાયત અને નગરપાલિકાની 28 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં આજે જાહેર થયા છે.

મેજર અપસેટ: ભાજપ માટે પડકાર બનેલા હાર્દિક પટેલના હોમટાઉનમાં કોંગ્રેસનો સફાયો, ભાજપનો ભગવો લહેરાયો
| Edited By: | Updated on: Mar 02, 2021 | 3:55 PM

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જિલ્લા પંચાયત- તાલુકા પંચાયત અને નગરપાલિકાની 28 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં આજે જાહેર થયા છે. જેમાં અત્યાર સુધી સામે આવેલા પરિણામોમાં ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે. જેમાં ભાજપ માટે વર્ષ 2015માં પાટીદાર માટે પડકાર બનેલા અને ભાજપને ગ્રામીણ વિસ્તારમાં મોટો ફટકો અપાવનારા પાટીદાર નેતા અને કોંગ્રેસ અગ્રણી હાર્દિક પટેલના હોમ ટાઉન Viramgam નગરપાલિકામાં ભાજપ કેસરિયો લહેરાવવા તરફ અગ્રેસર છે.

 

અત્યાર સુધી સામે આવેલા પરિણામ મુજબ Viramgam નગરપાલિકામાં ભાજપના 12 ઉમેદવાર અને અપક્ષના 10 ઉમેદવારો વિજયી બન્યા છે. જ્યારે કોંગ્રેસના એક પણ ઉમેદવારની જીત થઈ નથી. જ્યારે બીજી તરફ તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસે ખાતુ ખોલાવ્યું નથી અને વિરમગામ જિલ્લા પંચાયતની 3 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. આમ પાટીદાર નેતા અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલના હોમ ટાઉનમાં જ કોંગ્રેસની કારમી હાર થઈ છે.

 

મતદાનના દિવસે તેજશ્રી બહેને કર્યા હતા પ્રહાર

આ ઉપરાંત કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા Viramgamના પૂર્વ ધારાસભ્ય તેજશ્રી બહેન પટેલે મતદાનના દિવસે હાર્દિક પટેલ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હાર્દિક પટેલ કોંગ્રેસને મત આપી શક્યા નથી. કારણ કે, હાર્દિક પટેલે વિરમગામમાં જ્યાં મતદાન કર્યું, ત્યાં કોંગ્રેસના ઉમેદવાર જ નથી. વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 2માં ભાજપ-અપક્ષની પેનલ છે.

 

આ પણ વાંચો: Gujarat Elections 2021 Results: કરવા ગયા સુત્રોચ્ચાર અને પડયા પોલીસના સપાટા, બે જૂથના સમર્થકો વચ્ચે મારામારી