Maharashtra New HM : મહારાષ્ટ્રના નવા ગૃહપ્રધાન બનશે NCP નેતા Dilip Walse Patil, જાણો કોણ છે દિલીપ વલસે પાટિલ ?

|

Apr 05, 2021 | 4:56 PM

Maharashtra New HM : NCP સુપ્રીમો શરદ પવારના વિશ્વાસુ દિલીપ વલસે પાટિલ (Dilip Walse Patil) ગૃહપ્રધાનપદ માટે લગભગ નક્કી છે.

Maharashtra New HM : મહારાષ્ટ્રના નવા ગૃહપ્રધાન બનશે NCP નેતા Dilip Walse Patil, જાણો કોણ છે દિલીપ વલસે પાટિલ ?
ફાઈલ ફોટો : મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને દિલીપ વલસે પાટિલ

Follow us on

Maharashtra New HM : જાણવા મળી રહ્યું છે કે અનિલ દેશમુખના રાજીનામા બાદ NCP સુપ્રીમો શરદ પવારના વિશ્વાસુ દિલીપ વલસે પાટિલ (Dilip Walse Patil) ગૃહપ્રધાન પદ સંભાળશે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમની મહારાષ્ટ્રના ગૃહપ્રધાનપદ (Maharashtra New HM)માટે તેમની પસંદગી લગભગ નક્કી થઈ ગઈ છે. આજે સાંજ સુધીમાં શરદ પવાર અને એનસીપીના નેતાઓ પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલ સાથે ચર્ચા કરશે. દિલીપ વલસે પાટિલ આવતીકાલે તાત્કાલિક ધોરણે ગૃહવિભાગની કામગીરી સંભાળશે એવું લાગી રહ્યું છે.

આજ સાંજ સુધીમાં થઇ શકે છે જાહેરાત
100 કરોડ રૂપિયાની વસૂલાતના આરોપોથી ઘેરાયેલા અનિલ દેશમુખના રાજીનામા બાદ દિલીપ વલસે પાટિલ આ પદ સંભાળશે એવી જાણકારી મળી રહી છે. દિલીપ વલસે પાટિલને શાસન કરવાનો ઘણો અનુભવ છે. આવી સ્થિતિમાં NCP માટે સ્વચ્છ છબીવાળા નેતાનું ગૃહ વિભાગમાં જવું જરૂરી છે. જોકે તેમને મહારષ્ટ્રના નવા ગૃહપ્રધાન (Maharashtra New HM)બનાવવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

અગાઉ દિલીપ વલસે પાટિલ જ બનવાના હતા ગૃહપ્રધાન
દિલીપ વલસે પાટિલને NCP ના ક્લીન-ઇમેજ નેતાઓ માનવામાં આવે છે. દિલીપ વલસે પાટિલને શરદ પવારના નજીકના નેતાઓમાંના એક માનવામાં આવે છે. NCPના સૂત્રો કહે છે કે પાટિલને ગઠબંધન સરકારની રચના વખતે પણ ગૃહપ્રધાન બનવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ આરોગ્યના કારણોસર તેમણે ના પાડી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જાણો દિલીપ વલસે પાટિલ વિશે 
દિલીપ વલસે પાટિલને શરદ પવારના ખૂબ વફાદાર માનવામાં આવે છે.તેઓ અનેક વખત મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે અને વિધાનસભાના અધ્યક્ષ પદ પણ સંભાળી ચૂક્યા છે. દિલીપ વાલસે પાટિલ પુણે ગ્રામીણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. દિલીપ વલસે પાટિલને શાસન કરવાનો ઘણો અનુભવ છે. આવી સ્થિતિમાં NCP માટે સ્વચ્છ છબીવાળા નેતાનું ગૃહ વિભાગમાં જવું જરૂરી છે. તેથી દિલીપ વલસે પાટિલનેને ગૃહપ્રધાન પદની જવાબદારી સોંપાય તેવી પ્રબળ સંભાવના છે.

અનિલ દેશમુખે આપ્યું રાજીનામું
મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે ‘વસૂલી’ કૌભાંડમાં બોમ્બે હાઈકોર્ટના આદેશને પગલે પોતાના પદથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો અને રાજીનામું આપી દીધું છે. મુંબઈ પોલીસના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીરસિંહના આક્ષેપો સંબંધિત અરજીની સુનાવણી કરતી વખતે બોમ્બે હાઈકોર્ટે આ વસૂલી કૌભાંડની પ્રારંભિક તપાસ કરવા કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ) ને આદેશ આપ્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે દેશમુખ રાજ્યના ગૃહપ્રધાન હોવાથી પોલીસ તેમની સામે ઉચિત તપાસ કરી શકે નહીં. તેથી આની તપાસ CBIએ કરવી જોઈએ.

Next Article