મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારઃ શું રાજ ઠાકરેની પાર્ટી MNSએ પોતાના પિતરાઈ ભાઈને સમર્થન આપ્યું કે નહીં?

|

Nov 30, 2019 | 11:17 AM

ઉદ્ધવ સરકારે મહારાષ્ટ્રની વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કર્યો છે. સરકારના પક્ષમાં 169 ધારાસભ્યોના મત પડ્યા છે. મતલબ બહુમતના નંબરમાં 24 વોટ વધારે મળ્યા છે. જો કે, ફ્લોર ટેસ્ટ દરમિયાન 4 ધારાસભ્યો તટસ્થ રહ્યા છે. આ ધારાસભ્યોએ ન તો પક્ષમાં સમર્થન આપ્યું ન વિપક્ષમાં સમર્થન. આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં ઠાકરે સરકાર પાસઃ ફ્લોર ટેસ્ટ પહેલા […]

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારઃ શું રાજ ઠાકરેની પાર્ટી MNSએ પોતાના પિતરાઈ ભાઈને સમર્થન આપ્યું કે નહીં?

Follow us on

ઉદ્ધવ સરકારે મહારાષ્ટ્રની વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કર્યો છે. સરકારના પક્ષમાં 169 ધારાસભ્યોના મત પડ્યા છે. મતલબ બહુમતના નંબરમાં 24 વોટ વધારે મળ્યા છે. જો કે, ફ્લોર ટેસ્ટ દરમિયાન 4 ધારાસભ્યો તટસ્થ રહ્યા છે. આ ધારાસભ્યોએ ન તો પક્ષમાં સમર્થન આપ્યું ન વિપક્ષમાં સમર્થન.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં ઠાકરે સરકાર પાસઃ ફ્લોર ટેસ્ટ પહેલા સદનમાં સર્જાયા અનોખા દૃશ્યો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જેમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના બે ધારાસભ્યો, રાજ ઠાકરેની પાર્ટી મનસેના એક ધારાસભ્ય અને CPI-Mના એક ધારાસભ્યએ કોઈને સમર્થન આપ્યું નહીં. ફ્લોર ટેસ્ટ પહેલા ભાજપના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું હતું. જેથી ભાજપના 115 ધારાસભ્યો સદનમાં હાજર રહ્યા નહોતા.

શું છે બહુમતનો આંકડો

મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ બેઠક 288ની છે. કોઈપણ પાર્ટીને બહુમત માટે 145 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડે છે. શિવસેનાના 56, NCPના 54 અને કોંગ્રેસના 44 ધારાસભ્યો સાથે કુલ આંક 154 થતો હતો. આ તમામ ધારાસભ્યોએ સરકારના પક્ષમાં મત આપ્યો છે. આ સાથે નાની પાર્ટીના ધારાસભ્યોએ પણ ઠાકરે સરકારને સમર્થન આપ્યું હતું. જેમાં શિવસેના, કોંગ્રેસ, NCP સહિત સપાના 2, સ્વાભિમાની શેતકારીના એક, બહુજન વિકાસ અઘાડીના 3, PWPના એક અને 10 અપક્ષ ઉમેદવારોએ સમર્થન આપ્યું છે. જેમાં NCPના એક ધારાસભ્યને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા હતા. જે કારણે 169 ધારાસભ્યોના જ મત પડ્યા હતા.

હા મેં શિવાજી મહારાજના નામે શપથ ગ્રહણ કર્યા હતા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ફ્લોર ટેસ્ટમાં પાસ થયા પછી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, હા મેં છત્રપતિ શિવાજી મહારાજના નામે અને મારા માતા-પિતાના નામ પર શપથ ગ્રહણ કર્યા હતા. અને જો આ કોઈ ગુનો છે તો હું ફરી કરીશ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ફ્લોર ટેસ્ટ પછી NCP નેતા છગન ભુજબલે ભાજપ પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે, વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ છે કે, ચંદ્રકાંત પાટીલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 11:16 am, Sat, 30 November 19

Next Article