મધ્યપ્રદેશ પેટાચૂંટણી: આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યા બાદ ચૂંટણી પંચે કમલનાથને સ્ટાર પ્રચારકના લિસ્ટમાંથી કર્યા બહાર

|

Oct 30, 2020 | 8:06 PM

મધ્યપ્રદેશની પેટાચૂંટણીમાં વિવાદિત નિવેદનબાજી અને ચૂંટણી આચારસંહિતાના ઉલ્લંઘનને લઈ ચૂંટણી પંચ કડક થયું છે. આ કડીમાં પંચે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા કમલનાથની વિરૂદ્ધ મોટું પગલું ભર્યુ છે. ચૂંટણી પંચે કમલનાથને સ્ટાર પ્રચારકોના લિસ્ટમાંથી બહાર કરી દીધા છે. ચૂંટણી પંચે કમલનાથા દ્વારા સતત ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાના કારણે આ પગલું ઉઠાવ્યું છે. […]

મધ્યપ્રદેશ પેટાચૂંટણી: આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યા બાદ ચૂંટણી પંચે કમલનાથને સ્ટાર પ્રચારકના લિસ્ટમાંથી કર્યા બહાર

Follow us on

મધ્યપ્રદેશની પેટાચૂંટણીમાં વિવાદિત નિવેદનબાજી અને ચૂંટણી આચારસંહિતાના ઉલ્લંઘનને લઈ ચૂંટણી પંચ કડક થયું છે. આ કડીમાં પંચે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા કમલનાથની વિરૂદ્ધ મોટું પગલું ભર્યુ છે. ચૂંટણી પંચે કમલનાથને સ્ટાર પ્રચારકોના લિસ્ટમાંથી બહાર કરી દીધા છે. ચૂંટણી પંચે કમલનાથા દ્વારા સતત ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાના કારણે આ પગલું ઉઠાવ્યું છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તાજેત્તરમાં જ કમલનાથ ડબરા સીટથી ઉમેદવાર ઈમરતી દેવીની વિરૂદ્ધ વિવાદિત નિવેદનના કારણે ચૂંટણી પંચના નિશાના પર આવ્યા હતા. ત્યારે પંચે કમલનાથની વિરૂદ્ધ કોઈ કડક પગલુ ઉઠાવ્યું નહતું પણ આચારસંહિતાનું સતત ઉલ્લંઘન કર્યા પછી પંચે કમલનાથને સ્ટાર પ્રચારકોના લિસ્ટમાંથી બહાર કર્યા છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં 28 સીટો પર પેટાચૂંટણી થવાની છે. પેટાચૂંટણી હેઠળ 3 નવેમ્બરે વોટિંગ કરવામાં આવશે અને ચૂંટણીના પરિણામ 10 નવેમ્બરે આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article