માર્ચમાં જાહેર થઈ શકે લોકસભા ચૂંટણી 2019નો કાર્યક્રમ, કેટલા તબક્કામાં યોજાશે મતદાન, ગુજરાતમાં મતદાન ક્યારે ? એપ્રિલ કે મેમાં ?

લોકસભા ચૂંટણી 2019ને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે ચૂંટણી પંચે તડામાર તૈયારીઓ શરુ કરી દિધી છે. દરમિયાન પીટીઆઈ ન્યૂઝ એજન્સીએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી 019ની તારીખો માર્ચ મહિનામાં જાહેર કરી શકે છે. કહેવાય છે કે ચૂંટણી પંચ માર્ચના પ્રથમ અઠવાડિયામાં લોકસભા ચૂંટણી 2019 માટેની તારીખો જાહેર કરી શકે […]

માર્ચમાં જાહેર થઈ શકે લોકસભા ચૂંટણી 2019નો કાર્યક્રમ, કેટલા તબક્કામાં યોજાશે મતદાન, ગુજરાતમાં મતદાન ક્યારે ? એપ્રિલ કે મેમાં ?
TV9 Web Desk

|

Jan 18, 2019 | 1:13 PM

લોકસભા ચૂંટણી 2019ને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે ચૂંટણી પંચે તડામાર તૈયારીઓ શરુ કરી દિધી છે.

દરમિયાન પીટીઆઈ ન્યૂઝ એજન્સીએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી 019ની તારીખો માર્ચ મહિનામાં જાહેર કરી શકે છે. કહેવાય છે કે ચૂંટણી પંચ માર્ચના પ્રથમ અઠવાડિયામાં લોકસભા ચૂંટણી 2019 માટેની તારીખો જાહેર કરી શકે છે. ચૂંટણી માટે મતદાન 6થી 7 તબક્કામાં યોજાઈ શકે છે.

આ પણ વાંચો : જો તમારી રાશિ આ 3 રાશિઓમાંથી એક છે, તો આ ખાસ કલરના કપડાં તમને બનાવી દેશે કરોડપતિ, ખોલી દેશે ભાગ્યનો દ્વાર

નોંધનીય છે કે વર્તમાન લોકસભાનો કાર્યકાળ 3 જૂનના રોજ પૂર્ણ થઈ રહ્યો છે અને તે પહેલા નવી લોકસભાની ચૂંટણી પૂરી કરી લેવાની રહેશે.

નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષ પહેલા 26 મે, 2014ના રોજ વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા હતાં. વર્તમાન લોકસભાના કાર્યકાળની સમાપ્તિની તારીખ 3 જૂન છે અને નવી સરકારે તે પહેલા સોગંદ લઈ લેવા પડશે.

આ પણ વાંચો : 47 વર્ષ પહેલા અવસાન પામી ચુકેલા ગુજરાતી વ્યક્તિ વિક્રમ સારાભાઈમાં શું છે ખાસ કે મોદીએ તેમની મૂર્તિના અનાવરણ માટે પોતે અમદાવાદ આવવું પડ્યું, કારણ જાણી છાતી ગૌરવથી પહોળી થઈ જશે

ચૂંટણી પંચ આ માટે સજ્જ થઈ ગયું છે અને તે સમગ્ર દેશ મતદાન કરાવવા માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં જોતરાયેલું છે.

આ પણ વાંચો : મુકેશ અંબાણી 2019માં ઘણું બધું ‘મફત’ આપવાની તૈયારીમાં, 4 સી પ્લાનની તૈયારી કરી રહ્યા છે મુકેશ અંબાણી, જાણો શું-શું થશે ફાયદા ?

સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભા ચૂંટણી 2019 માટે સમગ્ર દેશમાં અલગ-અલગ રાજ્યોમાં વિવિધ તબક્કાઓમાં મતદાન એપ્રિલ અને મે મહિનામાં થઈ શકે છે.

આ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ પણ યોજાઈ શકે

દેશના ચાર રાજ્યો ઓડિશા, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા ચૂંટણીઓ પણ લોકસભા ચૂંટણી સાથે યોજાઈ શકે છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ શાસન હેઠળના જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પણ લોકસભા ચૂંટણી સાથે કરાવી શકાય છે.

ગુજરાતમાં મતદાન ક્યારે ?

હવે વાત કરીએ ગુજરાતની, તો ગત લોકસભા ચૂંટણી 2014માં ગુજરાતમાં 30 એપ્રિલે એક જ તબક્કામાં તમામ 26 બેઠકો માટે મતદાન થયુ હતું, ત્યારે આ વખતે પણ શક્યતા તો એવી જ છે કે ગુજરાતમાં મતદાન એપ્રિલમાં જ યોજાશે, પરંતુ શક્ય છે કે મતદાન મેના પહેલા અઠવાડિયામાં પણ થઈ શકે. સાચી તારીખો તો કાર્યક્રમ જાહેર થયા બાદ જ ખબર પડશે.

[yop_poll id=663]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઇલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઇલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati