Local Body Polls 2021 : મહેસાણા નગરપાલિકામાં તમામ 11 વોર્ડમાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા
Local Body Polls 2021 : મહેસાણા શહેર કોંગ્રેસ દ્વારા ટૂંક સમયમાં સંભવિત ઉમેદવારોના નામ પ્રદેશમાં મોકલવામાં આવશે.
Local Body Polls 2021 : મહેસાણા નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ 11 વોર્ડમાં ભાજપ સામે મજબૂત ઉમેદવારો ઉતારવા કોંગ્રેસે આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. મહેસાણા નગરપાલિકાના 11 વોર્ડમાં કૉંગ્રેસમાંથી કુલ 195 નેતાઓએ ઉમેદવાર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ઉમેદવારોના બાયોડેટાને આધારે પેનલ બનાવ્યા બાદ કોંગ્રેસે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી.
માનવ આશ્રમ ચોકડી પાસે ચિરાગ પ્લાઝા સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બાયડના ધારાસભ્ય જશુ પટેલ, કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ વાઘેલા તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ પી.કે. પટેલની ઉપસ્થિતિમાં પાલિકાના દાવેદારોની સેન્સ લેવાઈ હતી. મહેસાણા શહેર કોંગ્રેસ દ્વારા ટૂંક સમયમાં સંભવિત ઉમેદવારોના નામ પ્રદેશમાં મોકલવામાં આવશે.
Published on: Feb 02, 2021 09:44 PM
